સુરતના ઉધના રેલવે સ્ટેશનની સામે મહાનગરપાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું, જુઓ Video

સુરતના ઉધના વિસ્તારમાં રેલવે લાઇન પાસે આવેલી 60 થી 70 જેટલી દુકાનોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ. મહત્વનુ છે કે. તંત્ર દ્વારા 2015માં લાઇનદોરીનો અમલ કરવા માટે આ દુકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી. આમ આ મામલે દુકાનદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ મામલે વૈકલ્પિત જગ્યા કે વળતર ન મળે ત્યાં સુધી ડીમોલિશન નહિ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. હવે નગરપાલીકાની તરફી ચૂકાદો આવતા તંત્ર દ્વારા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

મહત્વનુ છે કે આ દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી આ દુકાનોથી પોતાની આજીવિકા ચલાવે છે ત્યારે હવે તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ ત્યારે હવે સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે.

You might also like