ફ્રાંસમાં આર્થિક કટોકટી જાહેર

પેરિસ : ફ્રાંસના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ દેશમાં આર્થિક કટોકટી જેવી સ્થિતિ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે આ સમય ફ્રાંસના આર્થિક અને સામાજિક માળખાનું પુનઃઘડતર કરવાનો છે. આજે વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓને વાર્ષિક સંબોધનમાં તેમણે લાંબા સમયની બેકારીને ઘટાડવા અને ઘણાં સમયથી સ્થિર રહેલા દેશના વિકાસને આગળ ધપાવવા માટે સંખ્યાબંધ પગલાં જાહેર કર્યા હતાં. ઓલાંદેએ રોજગારીને પુનર્જિવિત કરવા અને ઝડપભેર આગળ વધી રહેલા વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવા માટે ૨ અબજ યુરોની યોજનાની જાહેરાત કરી હતી.

તેમણે જે પ્રથમ પગલું સૂચવ્યું તે ખૂબ જ સૂચક અને હળવું હતું. તેમણે કહ્યું કે એક અઠવાડિયામાં કામકાજના કલાકોની મર્યાદા ૩૫ કલાકની છે તેને યથાવત જાળવી રાખશે.આ પગલાંમાં ફ્રાંસના કામકાજના સમય અંગેના કડક નિયમોમાં છૂટછાટ, યુવાનોને નોકરી પર રાખતા નાના ઉદ્યોગોને ૨ હજાર યુરોના બોનસનો સમાવેશ થાય છે. ગયા નવેમ્બરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશમાં કટોકટીની સ્થિતિ છે તે જોતાં તેમણે કટોકટીને અનુલક્ષીને કોઈ નવી સત્તા મેળવવાનું યોગ્ય માન્યું નહોતું.

ઓલાંદેએ ઝડપભેર આગળ ગતિ કરતા, વૈશ્વિક રીતે વધી ગયેલા અને ઓનલાઈન અર્થતંત્રમાં શ્રમિકો માટે મૈત્રીપૂર્ણ હોય તે પ્રકારના બિઝનેસ મોડલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કંપનીઓ પાંચ લાખ કરતાં વધુ શ્રમિકોને કામે રાખી શકે અને પાંચ લાખ કરતાં વધુ શ્રમિકોને ટ્રેનિંગ આપી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે શ્રમિકો અંગેના કેટલાંક નિયમોમાં છૂટછાટ સહિતના પગલાંનો સમાવેશ થાય છે.

ઓલાંદેએ રોજગારીને પુનર્જિવિત કરવા અને ઝડપભેર આગળ વધી રહેલા વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવા માટે ૨ અબજ યુરોની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે નોકરી વિનાના પાંચ લાખથી વધુ શ્રમિકોને તાલિમ આપવા, એપ્રેન્ટિસશિપનો વધુ ઉપયોગ કરવા અને યુવા કામદારોને નોકરીએ રાખતી કંપનીઓને સરકાર દ્વારા મદદ સહિતનાં પગલાં જાહેર કર્યા હતા.

ઓલાંદેની સમાજવાદી સરકારને ઘણાં સમયથી સ્થિર રહેલા દેશના વિકાસને આગળ ધપાવવા અને લાંબા સમયની બેકારીને ઘટાડવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે.બેકારીની ટકાવારી ૧૦ ટકા છે. આવતા વર્ષે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા રોજગારીનું પ્રમાણ વધવા પર બીજી ટર્મમાં તેમના જીતવાનો આધાર છે. આ પગલાંમાં ફ્રાંસના કામકાજના સમય અંગેના કડક નિયમોમાં છૂટછાટ, યુવાનોને નોકરી પર રાખતા નાના ઉદ્યોગોને ૨ હજાર યુરોના બોનસનો સમાવેશ થાય છે.

તેમણે નોકરીમાં ભેદભાવનો ભોગ બનતા લઘુમતિઓ સહિત ફ્રાંસના અશાંત પરાં વિસ્તારોના યુવાનોને વૈશ્વિક અર્થતંત્રમાં સાંકળવાની જરૂર પર ભાર મૂક્યો હતો. ફ્રાંસના ઉત્તર આફ્રિકી અને આફ્રિકી સમુદાયમાં બેકારીના ઉંચા પ્રમાણને કેટલાક યુવકો હિંસા તરફ અથવા કેફી પદાર્થોના વેપારમાં જોડાવા માટેના કેટલાક પરિબળો પૈકી એક પરિબળ તરીકે ગણવામાં આવે છે. આગામી અઠવાડિયામાં સરકાર સંસદમાં જે આર્થિક સુધાારા કાયદાનો મુસદ્દો રજૂ કરશે તેમાં અન્ય કેટલાક પગલાંનો સમાવેશ કરાશે.

You might also like