પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની આઠ બેઠકના રાજકીય સંઘર્ષમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે ત્યારે તેમણે કહ્યું હતું કે આ મારી ચૂંટણી સભા નથી પણ આભાર સભા છે.

છેલ્લાં પપ વર્ષમાં પ્રજાએ એક શાહી પરિવાર તંત્રને જોયું છે. ત્યારે કોઇએ વિચાયું નહોતું કે એક ગુજરાતી બચ્ચો આ શાસન સંભાળી શકશે. દુનિયાને મેં બતાવ્યું છે કે આ ધરતી સરદાર પટેલની છે. ડોકલામ મામલે ભારત અને ચીનના સૈનિકો સામસામે હતા. દુનિયાની મોટી તાકાતો સામે પણ હું ભીડાયો છું.

૪૦ વર્ષ પહેલાં જો કોંગ્રેસે સરદાર સરોવર યોજના પૂરી કરી હોત તો કચ્છ અને કાઠિયાવાડ પાણી વગર ટળવળતુંું ન હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તેમણે કહ્યું કે મેં કોઇને નીચા બતાવવા માટે પ્રતિમાનું નિર્માણ નથી કર્યું. સરદાર સાહેબની પ્રેરણા લેવા માટે કોઇ વ્યવસ્થા ઊભી કરવાની હોય તો તે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. કોંગ્રેસની નીતિ, વૃત્તિ પ્રવૃત્તિના કારણે કાશ્મીર રફેદફે થયું છે.

બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં સેંકડોને મારી નંખાયા. કાશમીરની પંચાયતની ચૂંટણીમાં કોઇને ઘસરકો પણ પડ્યો નથી. કોંગ્રેસ કાશ્મીરની સમસ્યા વારસામાં આપી છે. પહેલીવાર પાકિસ્તાનનું લોકોએ રડતું જોયું છે. અને મોદી અમારો ફોન ઉપાડે તેવા દિવસો ઊભા કરી દીધા છે. અને દુનિયાને ભારતની તાકાત બતાવી છે.

કોંગ્રેસને સમાજમાં વિખવાદ ફેલાવી મલાઇ ખાવાની મજા આવે છે. મુંબઇ હુમલા પછી કોંગ્રેસે કંઇ ન કર્યું પણ ઉરી પછી અમે ઘરમાં ઘૂસીને માર્યા છે. પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બ બ્લાસ્ટ થયો નથી. સરદારનો આત્મા કોંગ્રેસનો મેનિફેસ્ટો જોઇ દુખી થશે. વોટ બેન્કનાં રાજકારણમાં અમરનાથ કે વૈષ્ણોદેવીની યાત્રા પણ મુશ્કેલ કરવાની તૈયારી કોંગ્રેસ કરી રહી છે. જે સેનાને રક્ષા કવચ છે તે કાયદો પણ કાઢવા માટે કોંગ્રેસે ઢંઢેરો બનાવ્યો છે.

You might also like