દરેક ફિલ્મમાં અભિનેતાએ પોતાની ફી ઓછી લેવી જોઈએ : દીપિકા પાદુકોણ

બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓ છે કે જેમને રંજ છે કે, તેમને અભિનેતાઓની સરખામણીમાં મહેનતાણું ઓછું મળે છે. આ મુદ્દા પર કેટલીક અભિનેત્રીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તાજેતરમાં દીપિકાએ આ સમસ્યાનો અંત લાવવા એક ઉપાય શોધ્યો છે.

દીપિકાના વિચાર પ્રમાણે દરેક અભિનેતાએ પોતાની ‘ફી’ હાલ લેતા હોય તેના કરતા ઓછી લેવી જોઇએ. જેથી અભિનેત્રીઓને મળતા મહેનતાણા વચ્ચેનો ફરક ઓછો કરી શકાય. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, ફિલ્મોંનો ભાર મુખ્ય અભિનેતા પર હોય છે, અને મોટા ભાગે બોક્સ ઓફિસ પર ફિલ્મો તેમના નામે રોકડી કરતી હોય છે. છતાં જો તેઓ પોતાનું મહેનતાણું થોડું ઓછું કરે તો આ કાયમી સમસ્યાનો અંત આવી શકે છે, જોકે સમસ્ત બોલીવૂડના આ વલણ અપનાવે તો જ મનોરંજન ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય તેમ છે.

You might also like