હું ભારત માતાની જય બોલતો રહીશ, મને કોઇ દબાવી નહીં શકેઃ ફારૂક અબ્દુલ્લા

જમ્મુ-કશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનો જમ્મુ કશ્મીરમાં વિરોધ કરાયો હતો. ઈદનાં પાવન તહેવાર પર તેઓ મસ્જીદમાં ઈદની નમાઝ પઢવા આવ્યાં હતાં. ત્યારે તેમનાં નામનો હુરિયો બોલાવીને વિરોધ કરાયો હતો. આ ઉપરાંત અનેક લોકોએ પોતાનાં હાથમાં ચપ્પલ બતાવીને અબ્દુલ્લાનો વિરોધ કર્યો હતો.

વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો કે, સ્વ.અટલજીની શોક સભામાં ફારૂક અબ્દુલ્લાએ “ભારત માતા કી જય”નો નારો લગાવ્યો હતો. આખરે કશ્મીરનાં લોકો શું કરવા માંગે છે તે એક મોટો સવાલ છે. તેઓ ભારતમાં રહીને “ભારત માતા કી જય” બોલનારા પોતાનાં નેતાનો કેમ વિરોધ કરી રહ્યાં છે.

“ભારત માતા કી જય” બોલવાનો અધિકાર તમામ ભારતીયોને છે. ત્યારે જમ્મુ-કશ્મીરનાં પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ “ભારત માતા કી જય”નો નારો અટલજીની સભામાં લગાવ્યો હતો અને હિંદુ મુસ્લીમ ભાઈચારાની વાત કરી હતી.

બીજી તસ્વીરમાં આપ જોઈ શકો છો તેમ “ભારત માતા કી જય” બોલવા બદલ તેમનો શ્રીનગરની દરગાહમાં ભારે વિરોધ કરાયો હતો. પરંતુ ફારૂક અબ્દુલ્લાએ નિવેદન આપ્યું કે,”ભારતીય છું અને રહીશ. “ભારત માતા કી જય” બોલતો રહીશ. આવી હરકતો કરીને મને કોઈ દબાવી નહીં શકે તેવી વાત કરી હતી.”

ઈદની ઉજવણીને લઈને શ્રીનગરની હઝરત બલ દરગાહમાં ફારૂક અબ્દુલ્લા પહોંચ્યાં હતાં. પરંતુ તેમનો ત્યાં ભેગાં થયેલાં મુસ્લીમ બિરાદરોએ જોરદાર નારા લગાવીને વિરોધ કર્યો હતો. ફારૂક અબ્દુલ્લા જેવાં મસ્જીદમાં આવ્યાં આસપાસ ઉભેલાં લોકો ગુસ્સે ભરાયાં હતાં અને ચપ્પલ બતાવીને વિરોધ કરતાં હતાં.

ભેગાં થયેલાં લોકો જાકીર મુસા મુસા અને આઝાદી-આઝાદીનાં નારા લગાવ્યાં હતાં. વાત વધારે વણસતા દરગાહ કમિટીનાં લોકોએ ફારૂક અબ્દુલ્લાને સમજાવ્યાં હતાં અને ત્યાર બાદ લોકો ચપ્પલનો મારો કરવા લાગ્યાં હતાં અને અબ્દુલ્લા નમાઝ અદા કર્યા વગર પરત ફર્યા હતાં.

ફારૂક અબ્દુલ્લાનો વિરોધ કરાતા દેશભરમાં આ ઘટનાની નિંદા કરાઈ હતી. “ભારત માતા કી જય” બોલવાનો તમામ લોકોને અધિકાર છે. ત્યારે ભાજપનાં નેતાઓ સહિત સમગ્ર દેશનાં અનેક લોકોએ ફારૂક અબ્દુલ્લાને સમર્થન આપ્યું હતું. આ મામલે ફારૂક અબ્દુલ્લાએ નિવેદન આપ્યું હતું કે, શાંતિ ઈચ્છતા તમામ લોકો મારા સમર્થનમાં છે અને જે લોકોએ કશ્મીરનો પ્રશ્ન સળગતો રાખવો છે તે લોકોનું આ કૃત્ય છે અને તેમની આવી હરકતોથી હું પાછો પડવાનો નથી.

જેને જે પ્રચાર કરવો હોય તે કરે. જે વિરોધ કરવો હોય તે કરે મને ભારતીય હોવાનો ગર્વ છે. જીવીશ પણ અહિંયા અને મરીશ પણ અહીંયા જેવા નારા લગાવ્યાં હતાં. પાકિસ્તાન સરકાર બદલાતા ઈમરાનખાન નવા પ્રધાનમંત્રી બન્યાં છે અને તેમને પણ શાંતિની અપીલ કરી છે જેથી અલગતાવાદીઓનાં પેટમાં તેલ રેડાયું છે.

You might also like