“માનહાનિ”નો કાયદો રહેશે યથાવતઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અપરાધિક માનહાનિ કાયદા અંગે કરવામાં આવેલી અરજી પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે આઇપીસી ધારા 499 અને 500 ને સંવૈધાનિક ગણીને અરજીને નકારી દીધી છે.

કોર્ટે જણાવ્યું છે કે માનહાનિ કાયદો સંવૈધાનિક છે અને તેને હટાવી ન શકાય. તે યથાવત રહેશે. આ કાયદા વિરૂદ્ધ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ એક અરજી દાખલ કરી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે આપણા દેશના તમામ મેજિસ્ટ્રેટોને આદેશ આપીને જણાવવામાં આવ્યું છે કે માનહાનિના અંગેત મામલાઓમાં સમાધાન કરતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે.

You might also like