સર્ક્યુલેશનમાં રૂ. 2,000ની નોટનું પ્રમાણ RBIએ ઘટાડ્યું

કોલકાતા: આરબીઆઇ મોટા ડિનોમિનેશનવાળી કરન્સી નોટોનાં હોર્ડિંગ પર લગામ કસવા માટે રૂ. ૨,૦૦૦ની નોટો સર્ક્યુલેશનમાં ઘટાડી રહી છે. સર્ક્યુલેશનમાં રૂ. ૨,૦૦૦ની કરન્સી નોટનો રેશિયો અગાઉ ૫૦ ટકા હતો તે ઘટીને હવે ૭૦ ટકા થઇ ગયો છે. એ જ રીતે રૂ. બે હજારની નોટો માટે ઇન્ડેન્ટ વર્ષ પહેલાં ૩૫૦ કરોડ પિસ હતું તે ઘટીને હવે ૧૫.૧ કરોડ પિસ પર આવી ગયું છે.

અહેવાલ અનુસાર નવેમ્બર-૨૦૧૬માં રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની જૂની નોટો સત્તાવાર ચલણમાંથી પાછી ખેંચી લીધા બાદ રૂ. ૨,૦૦૦ની નોટો જારી કરવામાં આવી હતી, જેની ગેરકાયદે સંઘરાખોરી શરૂ થઇ ગઇ હતી, પરંતુ હવે રિઝર્વ બેન્ક રૂ. ૨,૦૦૦ની નોટો સર્ક્યુલેશનમાંથી ઘટાડી રહી છે.

રૂ. ૫૦૦ની નોટોનું સર્ક્યુલેશન વર્ષ પહેલા ૨૩ ટકા હતું, જે હવે ઊછળીને ૪૩ ટકા પર પહોંચી ગયું છે. આમ, સર્ક્યુલેશનમાં રૂ. ૫૦૦ની નોટો વધી રહી છે. દરમિયાન આરબીઆઇ વાર્નિશ્ડ નોટો જારી કરનાર છે કે જેથી તેની લાઇફ વધારી શકાય. શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે આવી નોટો દાખલ કરાશે.

You might also like