ચેક ૫રત ફરવા અંગેનાં કેસમાં કં૫નીનાં ડાયરેક્ટર સામે કરી શકાશે ફરિયાદ

સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ એન.વી. રામાના, મોહન એમ. શાતાનાગૈાદર અને ન્યાયાધીશ ઇ‌િન્દરા બેનરજીની બેન્ચ દ્વારા તેંલગણા અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટ દ્વારા આ૫વામાં આવેલ ચુકાદો કે જેમાં ફ‌િરયાદી એ.આર. રાધા‌ક્રિશ્ન દ્વારા ધૃતિ ઇન્ફ્રા કં૫ની સામે રૂ. ર૫ લાખના ૬ ચેક અને રૂ. ૩૦ લાખનાં એક ચેક સામેની ને. ઇ. એક્ટની કલમ-૧૩૮ અન્વયેની ફ‌િરયાદ રદ કરવા અંગેના કેસમાં તા. ર૮-૦ર-ર૦૧૯નાં રોજ આ૫વામાં આવેલ છે અને જણાવેલ છે કે હાઇકોર્ટ દ્વારા ફ‌િરયાદ રદ કરવા અંગેનો જે હુકમ ૪૮ર અન્વયે કરવામાં આવેલ છે તે યોગ્ય નથી.

આ કેસનાં ફ‌િરયાદી દ્વારા તહોમતદારની કં૫નીમાં કુલ રૂ. ર,૧૧,૫૦,૦૦૦/- ની રકમ રોકાણ કરેલ અને તેમાંથી રૂ.૧,૮૧,૫૦,૦૦૦/-ની રકમ તહોમતદારની કં૫ની તરફથી ૫રત ૫ણ વ્યાજ સાથે કરેલી. ત્યારબાદ ફ‌િરયાદી દ્વારા વખતોવખત યાદી૫ત્ર અને રજૂઆત કરવાથી ફ‌િરયાદીને ૬ ચેક રૂ. ર૫ લાખના અને એક ચેક રૂ. ૩૦ લાખનો જુદી જુદી તારીખના આ૫વામાં આવેલ, જે તહોમતદાર કં૫નીના એમડીની સહી સાથેના હતાં તે તમામ ચેક બેન્કમાં રજૂ કરવામાં આવતાં બેન્ક દ્વારા ”પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર’નાં શેરા સાથે ૫રત આવેલ.

જેથી ફ‌િરયાદીએ નો‌ટિસ તે કં૫ની-તેના એમડી અને તેના બે ડાયરેક્ટરને આ૫ેલ, તેમ છતાં તે ચેકની રકમ નહીં મળતાં ફરિયાદી દ્વારા ને. ઇ. એક્ટની કલમ-૧૩૮ અને ૧૪૧ મુજબની કાર્યવાહી શરૂ કરેલ અને તે ફ‌િરયાદની કાર્યવાહી દરમ્યાન કં૫નીના બંને ડાયરેક્ટર દ્વારા નામદાર હાઇકોર્ટ ખાતે ફ‌િરયાદ રદ કરવા માટેની કાર્યવાહી કરેલ અને તે તા. રર-૦૯-ર૦૧૭ના રોજ મંજૂર રાખીને તે બે ડાયરેક્ટર સામેની ફ‌િરયાદ રદ કરવા આવેલ.

આ હુકમ સામે ફ‌િરયાદી દ્વારા સુપ્રીમ અદાલત સમક્ષ કેસ નં. ૪૦૩ અને ૪૦૫ની દાખલ કરેલ, જેની સુનાવણી દર‌િમયાન ફ‌િરયાદીના વકીલ દ્વારા જણાવાયેલ કે આ બંને ડાયરેકટરશ્રીઓ કં૫નીનાં દૈ‌નિક સંચાલનમાં સીધી રીતે સંકળાયેલા હતા અને તેઅો દ્વારા જ ફ‌િરયાદીની લેણી રકમ બાબતે સહાનુભૂતિ બતાવીને બદઇરાદાથી તે ચેક ઇશ્યૂ કરવામાં આવેલ અને તેઓ દ્વારા જ બેન્કને તે ચેકનાં ૫ેમેન્ટ સ્ટો૫ કરવા માટેની સૂચના આ૫વામાં આવેલ છે. તહોમતદારના વકીલ દ્વારા છ માસમાં રૂ.૭૦ લાખની રકમ ચૂકવી આ૫વાની તૈયારી બતાવાયેલ તથા દૈ‌િનક ‌િબઝનેસમાં તેઓ કાર્યરત નહીં હોઇ હાઇકોર્ટનો હુકમ યોગ્ય ઠરાવવા જણાવાયેલ.

અદાલત દ્વારા ફ‌િરયાદની હકીકતમાં તહોમતદારો કાર્યરત હોવા અંગેની હકીકત જણાવાયેલ હોઇ તથા ચેકનું સ્ટો૫ પેમેન્ટ તેઓ દ્વારા કરવામાં આવેલ હોઇ હાઇકોર્ટનો હુકમ રદ કરીને તે બંને ડાયરેકટર સામેની ફ‌િરયાદ તેના ગુણદોષ ઉ૫ર ચલાવવાનો હુકમ કરેલ છે, સાથોસાથ જણાવેલ છે કે કેસની ગુણવત્તા બાબતે કોઇ આદેશ કરવામાં આવેલો નથી અને તેથી તે કેસની સુનાવણી જેમ બને તેમ જલદી કરીને તેનો ગુણદોષ ઉ૫ર ‌નિકાલ કરવા આદેશ કરેલો છે.

You might also like