OMG! બ્રિટનમાં મેદસ્વી બાળકો જીવે છે ઓછું

સ્કૂલ લાઇફમાં મેદસ્વી રહેલા લગભગ પાંચમાંથી ચાર સ્ટુડન્ટ્સ જીવનભર મેદસ્વી રહેતાં તેમના આયુષ્યનાં ૧૦-ર૦ વર્ષ ગુમાવે છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસના અહેવાલ મુજબ મેદ‌િસ્વતાના કારણે પણ બાળકોના આરોગ્ય પર અસર જાેવા મળે છે. અહેવાલમાં જણાવાયું હતું કે ટીવી પર આવતી બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોની જાહેરાત બંધ કરાવવી જોઇએ. સાયન્સ આગળ વધી રહ્યું છે પણ એનો લાભ આજની પેઢીને જોઇએ એવો મળતો નથી. આ કોલેજનાં પ્રેસિડેન્ટ પ્રોફેસર નીના મોદીએ કહ્યું હતું કે વિજ્ઞાનનો લાભ બાળકોના આરોગ્યને ફાયદો થાય એ રીતે લેવાવો જોઇએ.

You might also like