ઓગસ્ટ માસમાં વિદેશી રોકાણકારોએ રૂ. ૭,૭૦૦ કરોડથી વધુ રોકાણ કર્યું

મુંબઇ: વિદેશી રોકાણકારોનું સ્થાનિક શેરબજારમાં રોકાણ ચાલુ રહેલું જોવા મળ્યું છે. ઓગસ્ટ મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા રૂ. ૭,૭૦૦ કરોડથી વધુ રોકાણ કરાયું છે. નોંધનીય છે કે આ અગાઉ જુલાઇ મહિનામાં એફપીઆઇ દ્વારા ઇક્વિટી બજારમાં રૂ. ૧૨,૬૧૨ કરોડથી વધુ રોકાણ કરાયું હતું.
માર્ચ મહિનાથી ઇક્વિટી બજારમાં વિદેશી રોકાણકારોનો નાણાકીય પ્રવાહ ચાલુ રહેલો જોવાયો છે. આ અગાઉ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે વિદેશી રોકાણકાર દ્વારા ભારતીય ઇક્વિટી બજારમાં રૂ. ૪૧,૬૬૧ કરોડથી વધુ રોકાણ પાછું ખેંચ્યું હતું.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટી સંસદના ચોમાસુ સત્રમાં પાસ થવાના કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાતો જોવાયો છે અને વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ વધ્યું છે.

You might also like