એપ્રિલથી જૂનમાં FIIએ 20 હજાર કરોડ પાછા ખેંચ્યા

અમદાવાદ: જુલાઇ મહિનામાં અત્યાર સુધીમાં ઇક્વિટી બજારમાં ફોરેન ઇન્વેસ્ટર્સે રૂ. ૧૮૦૦ કરોડથી પણ વધુનું રોકાણ કર્યું છે. પાછલા સપ્તાહે બજારમાં જોવા મળેલા ઉછાળા બાદ ઓગસ્ટ સિરીઝની ધમાકેદાર શરૂઆત જોવા મળી હતી.

આજે નિફ્ટીએ પણ નવી ૧૧,૩૦૦ની સપાટી ક્રોસ કરી છે ત્યારે બજારમાં ઓગસ્ટ મહિનાની કેવી ચાલ રહેશે તે અંગેની શંકા-કુશંકા પ્રવર્તી રહી છે, જોકે છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં એફઆઇઆનું ચોખ્ખું વેચાણ વધુ જોવા મળ્યું છે. પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં એફઆઇઆઇએ રૂ. ૧૨ હજાર કરોડ ઇક્વિટી બજારમાંથી પાછા ખેંચી લીધા હતા.

એટલું જ નહીં એપ્રિલથી જૂનના સમયગાળામાં એફઆઇઆઇએ ૨૦ હજાર કરોડથી પણ વધુ બજારમાંથી પાછા ખેંચી લીધા છે ત્યારે બજારમાં રોકાણકારોએ ઓગસ્ટમાં કેવી ચાલ રહેશે તે અંગે દહેશત વ્યક્ત કરી હતી.

FIIનું ચોખ્ખું ખરીદ-વેચાણ સ્થાનિક ફંડનું રોકાણ
ઓગસ્ટ-૨૦૧૭ – ૧૨,૬૩૧.૭૪ + ૧૬,૨૦૫.૨૨
ઓગસ્ટ-૨૦૧૬ + ૯,૭૮૫.૫૬ – ૪,૪૦૬.૩૧
ઓગસ્ટ-૨૦૧૫ – ૧૭,૨૪૮.૬૫ + ૧૬,૪૩૭.૫૩
ઓગસ્ટ-૨૦૧૪ + ૬,૪૩૬.૬૫ + ૨,૩૩૫.૪૮
ઓગસ્ટ-૨૦૧૩ – ૬,૨૦૦.૦૦ + ૬,૨૮૪.૭૨
ઓગસ્ટ-૨૦૧૨ + ૯,૭૨૯.૬૦ – ૪,૪૦૮.૬૩
ઓગસ્ટ-૨૦૧૧ – ૧૦,૨૧૪.૬૦ + ૭,૯૯૧.૧૧
ઓગસ્ટ-૨૦૧૦ + ૧૧,૧૮૫.૩૦ – ૪,૫૫૨.૬૮
(આંકડા કરોડમાં)

You might also like