નજીવા ઝઘડામાં પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ગઇ કાલે પિતા પુત્ર પર એક શખસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દેતાં મામલો બીચક્યો છે. સામાન્ય બાબતે શખસે પિતા પુત્ર પર અચાનક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પિતા પુત્રે એક શખસ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

ગીતા મંદિર વિસ્તારમાં આવેલ વાસુદેવ ઘનજીની ચાલીમાં રહેતા કિશોર વાણિયાએ કાગડા પીઠ પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ કરી છે. કિશોરભાઈ ગઈ કાલે પઠાણવાળીની ચાલીના નાકે ચાની કીટલી ચલાવે છે.ચાની કીટલી પર તેમનો દીકરો દિશાંત પર બેઠો હતો.

તે દરમિયાનમાં ચાલીમાં રહેતો ભરત પરમાર કીટલી પર આવીને કિશોરભાઈના દીકરા દિશાંત ને બોલવા લાગ્યાે હતાે. ભરત પરમાર દિશાંતને કહેવા લાગ્યો કે મારા ભાઈ જયદીપ સાથે સાથે કેમ ઝઘડો કરે છે. તેમ કહીને તેને ગાળો બોલતાે હતાે તે જ સમયે દિશાંતના પિતા કિશોરભાઈએ ભરતને ગાળો બોલવાની ના પડતાં મામલો બીચક્યો હતો. અને જોત જોતામાં ભરત ઉશ્કરાઈ જતાં તેણે પિતા પુત્રને માર માર્યો હતો.

એટલું જ નહીં તેની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારથી કિશોરભાઈને ઘા મારી દીધો હતો. ત્યારે દિશાંત પિતાને છોડાવવા જતાં તેના માથાના ભાગે ભરતે તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી દેતાં તે લથપથ હાલતમાં જમીન પર પડયો હતો. જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વાસણા વિસ્તારમાં રહેતા યુવકે ગઈ કાલે તેના સસરાની કાર રોડ પર પાર્કિંગ કરતો હતાે. તે દરમિયાન એકટિવા પર આવેલા બે શખસ કાર પાર્કિંગ બાબતે માથાકૂટ કરતા હતા. તે જ સમયે યુવક અને બે શખસ સાથે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ બે શખસે યુવકને ગડદા પાટુંનો માર માર્યો હતો. યુવકના ગળામાં પહેરેલી સોનાની ચેઇન પડી ગઈ હતી. યુવકે બુમાબુમ કરતાં આસપાસના લોકો આવી જતાં તે નાસી ગયા હતા અને યુવકે વાસણા પોલીસ સ્ટેશનમાં બે યુવક વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે.

You might also like