પ્રથમ વખત દેશની ચાર હાઇકોર્ટમાં જજ તરીકે મહિલની નિમણૂક

નવી દિલ્હીઃ ન્યાયિક સેવામાં મોટાભાગના ઉચ્ચસ્તરો પર પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે પ્રથમ વખતે દેશની હાઇકોર્ટમાં જજ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે. મુંબઇ, દિલ્હી, કોલકત્તા અને ચેન્નાઇ આ ત્રણ રાજ્યોમાં હાઇકોર્ટમાં મહિલા જજની નિમણૂક કરવામાં આવી છે. 31 માર્ચના રોજ ઇન્દિરા બેનર્જીને મદ્રાસ હાઇકોર્ટના ચિફ જસ્ટીસ તરીકે નીમવામાં આવ્યાં છે. ભારતના ઇતિહાસમાં આ રીતની પ્રથમ ઘટના બની છે. મદ્રાસ હાઇકોર્ટમાં  ચિફ જસ્ટિસ સાથે 6 મહિલા જજ અને 53 પુરૂષ જજ છે.

દેશમાં મુંબઇ હાઇકોર્ટમાં સૌથી વધારે મહિલાઓ ફરજ બજાવી રહી છે. અહીં 61 પુરૂષ જજ છે. જ્યારે 11 મહિલા જજ છે. ચિફ જસ્ટીસ મંજુલા ચેલ્લૂર બાદ નંબર બેના સ્થાન પર પણ અન્ય એક મહિલા જજ વી એમ તાહિલરામની છે. અનેક સારા નિર્ણયોને કારણે જાણીતા દિલ્હી હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ જી. રોહિણી આ પદ પર એપ્રિલ 2014થી બિરાજમાન છે. દિલ્હી હાઇકોર્ટમાં મહિલા જજોની સંખ્યા 9 અને પુરૂષ જજોની સંખ્યા 35 છે. અહીં પણ નંબર બેના સ્થાન પર મહિલા જજ જસ્ટિસ ગીતા મિત્તલ છે.

કલકત્તા હાઇ કોર્ટની કાર્યકારી ચિફ જસ્ટિસ નિશિતા નિર્મલ   આ પદ પર 1 ડિસેમ્બર 2016થી છે. જો કે અહીં મહિલા જજની સંખ્યા પુરૂષોની સરખામણીમાં ઓછી છે. અહીં માત્ર 4 મહિલા જજ છે. જ્યારે પુરૂષ જજની સંખ્યા 35 છે. સમગ્ર દેશની વાત કરીએ તો દેશભરમાં 24 હાઇકોર્ટમાં 632 જજમાં માત્ર 68 મહિલા જજ છે. 28 જજ વી સુપ્રિમ કોર્ટમાં પણ માત્ર એક જ મહિલા જજ જસ્ટિસ આર. ભાનુમતિ છે.

http://sambhaavnews.com/

You might also like