પ્રથમ વાર મહિલા વકીલને ડાયરેક્ટ સુપ્રિમમાં જજ બનાવવાની ભલામણ

સુપ્રિમ કોર્ટ કોલેજિયમે પહેલી વાર કોઇ મહિલા વકીલને સીધી જ સર્વોચ્ચ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવા માટેની ભલામણ કરી છે. કોલેજિયમે વરિષ્ઠ મહિલા વકીલ ઇંદુ મલ્હોત્રા અને ઉત્તરાખંડ હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે એમ જોસેફનું નામ સુપ્રિમ કોર્ટનાં જજ માટે કેન્દ્ર સરકારને મોકલ્યું છે.

સૂત્રોનાં અનુસાર આ બંનેનાં નામની સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ જે ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફની કોલેજિયમે સર્વ સમ્મતિથી ભલામણ કરી.

જસ્ટિસ જોસેફ ઉત્તરાખંડ હાઇકોર્ટની આ પીઠમાં શામેલ હતાં કે જેને 2016માં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો કેન્દ્ર સરકારનાં આદેશને રદ્દ કરી દીધો હતો. કોર્ટનાં આ નિર્ણયથી કેન્દ્ર સરકારનો વધારે મજાક થયો હતો. ઇંદુ વર્ષ 2007માં વરિષ્ઠ વકીલનાં નામ પર નામકરણ થયું હતું.

તે હાઇકોર્ટની જજ બન્યા વગર જ સીધી જ સુપ્રિમ કોર્ટમાં જજ તરીકે નિમણૂંક થનાર પહેલી મહિલા વકીલ હશે. આઝાદી બાદ સર્વોચ્ચ અદાલતમાં તે સાતમી મહિલા જજ થશે. વર્તમાન સમયમાં સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ આર બાનુમતિ સિંગલ મહિલા જજ છે. ત્યાર બાદ જસ્ટિસ સુજાતા વી મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇ પણ જજ રહી ચૂકેલ છે.

You might also like