જો તમને પરીક્ષાનો લાગી રહ્યો છે ડર, તો અપનાવો આ થેરાપી!

પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીના મગજમાં એક ડર પેસી જાય છે. તેઓ પરીક્ષામાં સારુ પરફોર્મ કરી શકશે કે નહીં. તે વિચારમાંને વિચારમાં તો પરીક્ષાના અગામી દિવસોમાં વિદ્યાર્થીઓની રાતની ઉંઘ હરામ થઇ જાય છે. કેટલાક કિસ્સામાં આ રીતની ઘટનાને “એક્ઝામ ફોબિયા” કહી શકાય છે.

એક અભ્યાસ પ્રમાણે આજે 80 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતાની સાથે જ આ ફોબિયાના શિકાર બની જાય છે. બીજા એક અભ્યાસ પ્રમાણે પરીક્ષામાં તણાવનો સામનો કરનાર વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વિદ્યાર્થીઓની સરખામણીમાં 12 ટકા નીચું પરીણામ પ્રાપ્ત કરે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રેકી ફૂડ થેરાપી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

આ થેરાપીમાં શરીરના સાત ચક્રો વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં આવે છે. સાથે જ આ થેરાપીથી વિદ્યાર્થીની અંદર રહેલા ડરમાંથી મુક્તિ મળે છે. રેકી થેરાપી મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્થિતિને કાબુમાં રાખતી સિદ્ધ વિજ્ઞાની પ્રક્રિયા છે. રેકી ફૂડ સાથે નિયમિત રેકી ઉપચાર ઓટોનોમિક નર્વસ સિસ્ટમને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ શરીરની અચેતન ગતિવિધિયો જેવી કે પાચનતંત્ર, હાર્ટરેટ, ઉત્સર્જનને નિયંત્રિત રાખે છે.

એક સંશોધન પ્રમાણે રેકી તણાવને દૂર કરવા સાથે બીમારીના લક્ષણને પણ દૂર કરે છે. રેકી દ્વારા મગજ શાંત કરી શકાય છે. સ્વસ્થ ખોરાક સ્વસ્થ જીવન માટે જરૂરી છે. એક કહેવત પ્રમાણે આપણે જેવું ખાઇએ છીએ તેવા જ બનીએ છીએ. રેકી પ્રાચીન હીલિંગ પ્રક્રિયા છે જે લગભગ 2500 વર્ષ જૂની થેરાપી છે. તેથી જ ભોજન પર રેકી કરવાથી ભોજનમાં પહેલાથી જ જે પૌષ્ટિક તત્વો હોય છે તેની પોષ્ટિકતામાં વધારો થાય છે. આ થેરાપી દ્વારા વ્યક્તિને જીવન પ્રત્યે સકારાત્મક વિચારો આવે છે. ભારતમાં આ તકનીક હજી નવી છે પણ તણાવ અને વારંવાર બિમાર રહેતા લોકો માટે આ થેરાપી ખૂબ જ લાભદાયી છે. ખાસ કરીને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને રેકી ફૂડ થેરાપી દ્વારા તણાવ મુક્ત રાખી શકાય છે.

You might also like