થોડા જ કલાકોમાં ફેસબુકના વડા ઝકરબર્ગના રૂ.૧૧૫૦ અબજ ડૂબ્યા

લાંબા સમયથી કન્ટેન્ટ પોલિસીને લઈ વિવાદમાં ઘેરાયેલ તેમજ ડેટા સુરક્ષાને લઈ વિવાદાસ્પદ બનેલ સોશિયલ મીડિયા કંપની ફેસબુકને બીજા ક્વાર્ટરમાં ૧૬.૮ અબજ ડોલર (રૂ.૧૧૫૦ અબજ)ની જંગી ખોટનો સામનો કરવો પડ્યો છે. ફેસબુક ઈન્ક સાથે યુઝર્સના મોહભંગની કિંમત ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગ ચૂકવી રહ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં ફેસબુકના સેલ અને યુઝર્સ ગ્રોથમાં ઘટાડો થયો છે. આ સાથે જ આ વર્ષે ફેસબુકના સારા પર્ફોર્મન્સની આશા નથી.

વાસ્તવમાં ડેટા સુરક્ષા અને તેના લીકેજને લઈ આ સોશિયલ મીડિયા કંપની સતત ચોમેરથી ટીકાનો ભોગ બની રહી છે અને તેની અસર હવે કંપનીની કમાણી અને માર્કની નેટવર્થ પર જોવા મળી છે. કંપનીના બીજા ક્વાર્ટરનાં પરિણામો નિરાશાજનક છે. ફેસબુકના ફાઈનાન્સ ઓફિસર ડેવિડ વેનરે જણાવ્યું હતું કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં નફો ઘટી શકે છે.

ત્યારબાદ ફેસબુકના શેરમાં ૨૪ ટકાનો કડાકો બોલ્યો હતો. આ કડાકા બાદ માર્ક ઝકરબર્ગને ૧૬.૮ અબજ ડોલર (૧૬૮ કરોડ ડોલર)નું નુકસાન ભોગવવું પડ્યું છે.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર માર્ક ઝકરબર્ગ છઠ્ઠા સ્થાને આવી ગયા છે. રિપોર્ટ અનુસાર આ વર્ષના અંત સુધીમાં તેને ૧૩૭ કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે. ફેસબુકને જવલ્લે જ આવું નુકસાન ઉઠાવવું પડે છે. ગઈ સાલ ૨૦૧૫માં પણ ફેસબુકને નુકસાન થયું હતું. ફેસબુકના ડેટા પ્રાઈવસી મામલામાં તપાસ, ઝકરબર્ગના યુએસ કોંગ્રેસ સામે હાજર થવાથી કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો છે. આ ક્વાર્ટરમાં યુરોપના જટિલ નિયમોની પણ અસર પડી છે અને તેના કારણે ફેસબુકના યુઝર્સની સંખ્યા ઘટી છે.

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર તેની સંપત્તિમાં ૧૩.૭ અબજ ડોલર (આશરે રૂ.૯૩૯ અબજ)નો ઘટાડો થઈ શકે છે.

You might also like