કેમિકલ ભરેલા ટેન્કરમાં અાગ લાગતાં એક વ્યક્તિ બળીને ભડથુંઃ બે ગંભીર

અમદાવાદઃ પાલનપુર નજીક ખિમાણા-સિહોરી હાઈવે પર વહેલી સવારે ટ્રેલર અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટેન્કરમાં ભીષણ અાગ લાગતાં હાઈવે પર ભયનો માહોલ છવાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. અા ઘટનામાં ટેન્કરમાં બેઠેલ એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગઈ હતી જ્યારે બેની સ્થિતિ દાઝી દવાના કારણે ગંભીર છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સિહોરી હાઈવે પરથી કોલસા ભરેલું ટ્રેલર પસાર થઈ રહ્યું હતું ત્યારે કંડલાથી કેમિકલ ભરી હરિયાણા તરફ જઈ રહેલ ટેન્કર સાથે અા ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને કેમિકલ ભરેલી ટેન્કરમાં અાગ ફાટી નીકળી હતી. અાગ ફાટી નીકળતા બંને તરફનો ટ્રાફિક થંભી ગયો હતો અને ભયનો વાતાવરણ છવાયો હતો. અાગમાં ટેન્કરમાં બેઠલ એક વ્યક્તિ ગંભીરપણે દાઝી જવાથી જ્યારે બે વ્યક્તિ દાઝી જતાં બંને સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

ફાયરબ્રિગેડના કાફલાએ તાપડતોબ પહોંચી જઈ ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી.
અા ઉપરાંત અમદાવાદથી ભૂજ તરફ અાવી રહેલ એક ખાનગી લકઝરી બસના ચાલકને ઝોકંુ અાવી જતાં બસ મીઠી રોહર નજીક પલ્ટી ખાઈ જતાં ૧૨ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. અા બસમાં ૫૦ મુસાફરો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

http://sambhaavnews.com/

You might also like