૨૦૧૭માં ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ પાંચ ગણું વધ્યું

ભારતમાં ૨૦૧૭ના વર્ષમાં ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ પાંચ ગણું વધ્યું છે. એમાં ૯૬ ટકા લાંબા વીડિયો હતા. ડેટા સસ્તો થઈ જવાને કારણે છેલ્લા બાર મહિનામાં નાનાં શહેરોમાં પણ વીડિયો જોવાનું પ્રમાણ વધ્યું છે. એક લાખથી ૧૦ લાખની વસ્તી ધરાવતાં નાના શહેરોમાં વીડિયો જોવાનું પ્રમાણ સૌથી વધુ એટલે કે ૪.૩ ગણું હતું. આ અભ્યાસના આંકડા પરથી હવે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ડેટા સસ્તો થવાથી લોકો મનોરંજન માટે વાંચવા કે ગેમ રમવા કરતાં વીડિયો અને મૂવીઝ જોવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મોબાઇલના કુલ ઉપયોગમાંથી ૯૦ ટકા સમય વીડિયો જોવામાં જતો હોવાનું કહેવાય છે.

You might also like