વર્ષ ૨૦૧૬માં GST પસાર થઈ જશેઃ મોર્ગન સ્ટેન્લી

728_90

મુંબઇ: સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પસાર કરવા માટે જરૂરી મત ચાલુ વર્ષે હાંસલ કરી શકે છે. મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કરાયું હતું કે જીએસટીને લઇને રાજ્યસભામાં ઊભા થયેલા ગતિરોધના કારણે રોકાણકારો ઉપર નકારાત્મક અસર પડી છે.

મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે રાજ્યસભામાં જીએસટી માટે તરફેણ કરનારાઓની સંખ્યા વધી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ બિલનો વિરોધ કરનારા સભ્યોની સંખ્યા હાલ ૯૧ છે. જે ઘટીને ૮૨ સભ્યોની થાય તો જીએસટી બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઇ જાય. મોર્ગન સ્ટેન્લીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે જુલાઇ ૨૦૧૬ સુધીમાં આ પ્રકારનો માહોલ બની શકે છે.

કેન્દ્ર સરકારે એપ્રિલ ૨૦૧૬માં જીએસટીને લાગુ કરવાની વાત કરી હતી. સરકારે લોકસભામાં જીએસટી પસાર કર્યું હતું, પરંતુ રાજ્યસભામાં બહુમતી ન હોવાના કારણે પાછલા કેટલાક સમયથી રાજ્યસભામાં પસાર થયા વિના અટવાયું છે અને તેના કારણે રોકાણકારો ઉપર નકારાત્મક અસર પડી રહી છે.

You might also like
728_90