વર્ષ ૨૦૧૬માં ૭૮ ટકા ઓન લાઈન શોપિંગ વધશે

મુંબઇ: ચાલુ વર્ષે ઓન લાઇન શોપિંગમાં મોટા પ્રમાણમાં વધારો થવાનું અનુમાન છે. એસોચેમ અને પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક અભ્યાસ રિપોર્ટ અનુસાર ઇ કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવી રહેલી આકર્ષક ઓફર અને માર્કેટિંગ પોલિસીના કારણે ઓનલાઇન શોપિંગ વધી રહ્યું છે.

સર્વે રિપોર્ટમાં જણાવ્યું છે કે બજારમાં મંદી જેવો માહોલ હોવા છતાં પણ વર્ષ ૨૦૧૬માં ઓન લાઇન શોપિંગમાં ૭૮ ટકાનો વધારો થવાનું અનુમાન છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫માં ઓન લાઇન શોપિંગનો ૬૬ ટકાના દરે ગ્રોથ જોવાયો હતો.
રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૫માં પાંચ કરોડ ૫૦ લાખ લોકોએ ઓન લાઇન ખરીદી કરી હતી. ચાલુ વર્ષે આઠ કરોડ લોકો ઓન લાઇન ખરીદી કરશે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે સ્માર્ટ ફોન અને ટેબ્લેટ્સની વધતી જતી લોકપ્રિયતા ઇ કોમર્સનાે કારોબાર વધારવા મદદરૂપ સાબિત થાય છે. એસોચેમના રિપોર્ટમાં વધુમાં જણાવ્ું છે કે ઓન લાઇન ખરીદીમાં ૧૧ ટકાનો હિસ્સો મોબાઇલ ફોન દ્વારા ખરીદીનો છે. વર્ષ ૨૦૧૭માં મોબાઇલ ફોન દ્વારા ખરીદીનો આ હિસ્સો વધીને ૨૫ ટકા થવાની આશા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક સામાન, રેડીમેડ ગાર્મેન્ટ જેવી ચીજવસ્તુઓની ઓન લાઇન ખરીદીનો હિસ્સો ૩૫ ટકા છે, જે વર્ષ ૨૦૧૬માં વધીને ૪૦ ટકા થવાનું અનુમાન છે.

You might also like