2000ની નવી નોટ પર હશે નેનો GPS ચિપ,કરી શકાશે TRACK

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચાર, આતંકવાદ, કાળુનાળુ, ખોટી નોટની વિરૂદ્ધ ઐતિહાસીક એલાન કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવશે. આરબીઆઇએ નવી નોટોના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા છે.

RBIની આ જાહેરાત બાદ જલ્દી સોશિયલ મીડિયા પર એ સમાચાર તરતા થયા છે કે 2000 રૂપિયાની નોટમાં જીપીએસ ચિપ લાગેલી હશે. જેને સરળતાથી ટ્રેક કરી શકાશે. નોનો જીપીએસ ચિપ સેટેલાઇટ માધ્યમથી કામ કરશે. હવે સેટેલાઇટ એનજીસીને સિગ્નલ આપે છે. ત્યારે એનજીસી પોતાનું લોકેશન બતાવશે. તે જમીનની અંદરથી પણ સિગ્નલ આપી શકશે. એનજીસી લાગેલી નોટોને ક્યાંયથી પણ ટ્રેક કરી શકાશે.

આ તકનીકની મદદથી એ વાતની માહિતી પ્રાપ્ત થઇ શકશે કે કયા લોકેશન પર કેટલા પૈસા એકઢા થયા છે. જો મોટી સંખ્યામાં લાંબા સમય સુધી પૈસા હોય તો લોકેશન ટ્રેક કરીને તૂરંત આવકવેરા વિભાગને તેની જાણ કરવામાં આવશે. તેમાં બેંક અને અન્ય ફાયનાશ્યિલ ઇન્સિટ્યુટને શામેલ કરવામાં નહીં આવે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એટલું જ નહીં ટવિટર પર 2000ની નવી નોટો અલગ અલગ રીતે શેર કરવામાં આવી રહી છે. ફોટોમાં અલગ શેડની 2000ની નોટ વાયરલ થઇ રહી છે.

You might also like