૧૯૫૨માં ખોવાયેલું પાકીટ ૬૫ વર્ષે પરત મળ્યું

ખિસ્સામાંથી પાકીટ એક વખત પડી ગયું કે ચોરાઈ ગયું એટલે ભૂલી જવાનું, રાઈટ? એના પરત મળવાના ચાન્સ ઝીરો હોય. અમેરિકાના પેન્સિલવેનિયામાં અા વાતને ખોટી સાબિત કરતો એક મસ્ત બનાવ બન્યો. થયું એવું કે એક ઘરનું સમારકામ કરાવી રહેલા કોન્ટ્રેક્ટરને બાથરૂમની ટાઈલ્સની અંદરના ભાગેથી એક પાકીટ મળી અાવ્યું. પાકીટમાં કોઈ પૈસા તો નહોતા, પરંતુ એમાં રહેલી તસવીરો અને અન્ય સામગ્રી પરથી ખબર પડી કે હેરી વેબર નામના ભાઈનું પાકીટ હતું. કોન્ટ્રેક્ટરે તરત જ એ પાકીટ ઘરના લોકોને પરત અાપ્યું. ત્યારે ખબરપડી કે હેરી વેબરનું એક પાકીટ અાજથી ૬૫ વર્ષ પહેલાં ૧૯૫૨માં ખોવાઈ ગયેલું અને કોઈક રીતે એ બાથરૂમની દીવાલમાં ચણાઈ ગયેલું.

http://sambhaavnews.com/

You might also like