ઇમરાન ખાન આવતીકાલે ગ્રહણ કરશે શપથવિધિ, 176 વોટથી મેળવી બહુમતિ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમનાર ખાન શનિવારનાં રોજ પ્રધાનમંત્રી પદનાં શપથ ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. જેમાં ભારત તરફથી નવજોત સિંહ સિદ્ધુ પણ શામેલ થશે. જો કે હાલમાં ઔપચારિક રીતે પ્રધાનમંત્રી પદને માટે તેઓની પસંદગી નથી કરાઇ અને જેથી તેઓનો મુકાબલો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન)નાં અધ્યક્ષ શહબાઝ શરીફ સાથે છે.

પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી રહી ચૂકેલ શહબાઝે બે દિવસ પહેલાં જ નેશનલ એસેમ્બલીમાં યોજાનાર આ ચૂંટણીને માટે વિપક્ષી ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું હતું. જેમાં ઇમરાન ખાનને 176 વોટથી બહુમતિ મળી છે જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ ચીફ શરીફને 96 વોટ મળ્યા છે.

શહબાઝ આ ચૂંટણીમાં ત્રણ પ્રમુખ વિપક્ષી પાર્ટીઓ પીએમએલ-એન, પીપીપી અને એમએમએ-પીનાં ઉમેદવાર તરીકે ઉતર્યા પરંતુ નેશનલ એસેમ્બ્લીમાં યોજાનાર ચૂંટણી પહેલા વિપક્ષી એકતામાં વિખવાદ નજર આવ્યો. જ્યારે પીપીપીએ આનાં માટે મતદાન દરમ્યાન ઉપસ્થિત નહીં રહેવાનો નિર્ણય કર્યો. પીપીપીની નારાજગી પીએમએલ-એન તરફથી પ્રધાનમંત્રી પદને માટે શહબાઝની ઉમેદવારીને લઇને છે.

વિપક્ષી એકતામાં આવેલ આ વિખવાદે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા માટે ઇમરાન ખાનનો રસ્તો બિલકુલ સરળ કરી દીધો છે અને તેઓનું આ પદ માટે પસંદ થવું પણ લગભગ નક્કી થઇ ગયેલ છે.

You might also like