દેશ સામે સમસ્યાઓનો છે પહાડ, ઇમરાન ખાને કર્યું રાષ્ટ્રના નામે સંબોધન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વર્તમાન દેવાના સંકટ માટે પૂર્વ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઇમરાન ખાને જણાવ્યું કે દેશ પોતાના ઇતિહાસમાં આટલો બધો ઋણી થયો નથી, જેટલો ગત 10 વર્ષમાં થયો. દેશમાં આ ઋણ વધીને 28000 અરબ થઇ ગયું છે.

દેશમાં 22માં વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ રાષ્ટ્રના નામે પોતાનું પ્રથમ સંબોધન કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આર્થિક પડકારો તેમજ સ્વાસ્થ્યને લઇને દેશની પરિસ્થિતિ પર સુધારા અંગે જણાવ્યું હતું. ઇમરાન ખાને દેશમાં ભ્રષ્ટાચાર ખત્મ કરવા પર જોર દીધું.

ઇમરાન ખાને ન્યાયપાલિકા, શિક્ષા અને સ્વાસ્થ્ય દેખભાળમાં ફેરફાર કરવા, સિવિલ સેવામાં સુધાર, યુવાઓને રોજગાર પ્રદાન તેમજ જળસંકટ દૂર કરવા બાંધ બનાવાની વાત કરી. ઇમરાન ખાને કહ્યુંકે પાકિસ્તાનના ઇતિહાસમાં આપણે આ પ્રકારની મુશ્કેલીની પરિસ્થિતિઓનો સામનો કર્યો નથી.

આપણું ઋણ 28 હજાર અરબ રૂપિયા થઇ ગયું છે. ઇમરાન ખાને કહ્યું કે આપણા પર એટલું બધુ ઋણ છે કે તેના પરના વ્યાજની ચૂકવણી માટે પણ લોન લેવી પડે તેવી પરિસ્થિતિ છે. ઇમરાન ખાને કહ્યું કે એક તરફ આપણી પર ભારે ઋણ છે જ્યારે બીજી તરફ આપણો માનવ વિકાસ ઘણો ખરાબ છે.

વડાપ્રધાન બનેલા ઇમરાન ખાનના સંબોધનમાં ગરીબ, બેઘર, ખેડૂત અને યુવાનો માટે દર્દ જોવા મળ્યું. જ્યારે ઇમરાન ખાનના ભાષણમાં પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો પ્રભાવ જોવા મળ્યો.

You might also like