દાઉદ કયાં છે તેની ખબર હોત તો જણાવી દેતઃ ઇમરાન ખાન

નવી દિલ્હી: પાકિસ્તાન તહરિક એ ઇન્સાફના ચેરમેન અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પાછળથી એક ઇવેન્ટમાં જ્યારે ઇમરાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તેમને નરેન્દ્ર મોદી સાથે ભારત પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો વચ્ચે વાત થઇ કે કેમ? ત્યારે ઇમરાને જણાવ્યું હતું કે આ બાબતે મોદીજીએ માત્ર સ્માઇલ આપ્યું હતું. આથી તેમની હા કે ના હતી તે હું તમને જણાવી શકું નહીં. જોકે હું તેમને પોઝિટિવ રીતે લઇ રહ્યો છું.

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે કે? એવા એક પ્રશ્નના જવાબમાં ઇમરાનખાનેે જણાવ્યું હતું કે દાઉદ કયાં છે તેની મને ખબર નથી. જો મને ખબર હોત તો હું ચોક્કસપણે દાઉદનું સરનામું જણાવી દેત. ઇમરાન ખાને જણાવ્યું હતું કે હું જે કંઇ કહું છું તેમાંથી પીછેહઠ નહીં કરું. પાકિસ્તાનમાં મને હવે તાલીબાન ખાન કહેવા લાગ્યા લાગ્યા છે.

દરમિયાન ઇમરાન ખાને વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં મોદીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે પીએમ મોદી સાથે ઇમરાન ખાનની મુલાકાત અંગે પણ વાતચીત કરી હતી. ઇમરાન ખાન દિલ્હીના એક મીડિયા ગ્રૂપના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા છે. ઇમરાન ખાને કપિલદેવ સાથે પણ ક્રિકેટ પર ચર્ચા કરી હતી અને ત્યાર બાદ ઇમરાન ખાને રાજકારણ પર પોતાના દૃષ્ટિકોણ અને બંને દેશના સંબંધોને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

You might also like