જીત બાદ ઇમરાન ખાનનો પ્રથમ સંદેશ,”પાક. ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે”

પાકિસ્તાનની ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફનાં પ્રમુખ ઇમરાન ખાને પ્રથમ વાર જ જનતાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ દેશને ઇન્સાનિયતથી ભરેલ દેશ બનાવશે. અમે નબળા લોકો માટે કામ કરીશું.

પાક.નાં નવા વડાપ્રધાન બનવા જઇ રહેલાં ઇમરાન ખાને જણાવ્યું કે,”અલ્લાહે મને મોકો આપ્યો છે. પાકિસ્તાનની સેવા કરવાનો મને મોકો મળ્યો છે. પાકિસ્તાનને માટે મેં 22 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે.”

રાજનીતિમાં આવવા પાછળનું રહસ્યનો ખુલાસો કરતા ઇમરાને કહ્યું કે,”હું જણાવવા માંગુ છું કે 22 વર્ષ પહેલાં સિયાસતમાં કેમ આવ્યો કે જેને ઉપરવાળાએ બધું જ આપ્યું. વગર કંઇ કરે હું આરામથી જીવન ગુજારી શકું છું પરંતુ જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે તે સમયની પરિસ્થિતિને પણ મેં જોઇ. દેશમાં ભ્રષ્ટાચારને જોતાં રાજનીતિમાં આવવા માટે હું મજબૂર થયો.”

તેઓએ કહ્યું કે,”હું પાકિસ્તાનથી કરેલા વાયદા નિભાવીશ. પોતાનાં ઘોષણાપત્રને લાગુ કરવાનો મોકો મળ્યો. આ ચૂંટણીમાં અનેક લોકોએ કુરબાનીઓ આપી છે. પાકિસ્તાનનાં લોકોએ લોકતંત્રને મજબૂત કર્યું છે.”

ઇમરાન ખાને ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ પ્રથમ વાર દેશનાં નામ સંબોધનમાં કહ્યું કે,”હું ઇન્સાનિયતથી ભરેલ પાકિસ્તાન બનાવીશ. નબળા લોકો માટે પણ કામ કરીશ.” તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે,”દેશની ઓળખ અમીરથી નહીં પરંતુ આનાંથી થાય છે કે ગરીબ લોકોની જિંદગી કેવી હોય છે અને તેઓ કેવી રીતે રહે છે.”

તેઓએ વધુમાં કહ્યું કે, હું પ્રધાનમંત્રી આવાસમાં નહીં રહું. પ્રધાનમંત્રી આવાસમાં રહેવા પર તેઓને શરમ આવશે.” વિદેશ નીતિને લઇને પાકિસ્તાનમાં એક મોટી ચુનોતી છે. આતંકવાદ એ અમારા માટે સૌથી મોટી ચુનોતી છે. આપણે આપણાં પાડોશીઓ સાથે સૌથી સારા સંબંધ બનાવવા પડશે.

સૌથી મહત્વનાં પાડોશી દેશ જેવાં કે ચીન, આ દેશમાંથી આપણે ઘણું બધું શીખવું પડશે. ચીને પોતાનાં 70 કરોડ લોકોને ગરીબીની જિંદગીમાંથી બહાર નીકાળ્યાં અને તેઓને એક સારી જીંદગી આપી.” ઇમરાન ખાને ભારત દેશ વિશે કહ્યું કે,”હિંદુસ્તાનમાં મને બોલીવુડનો વિલન દેખાડવામાં આવ્યો અને હું હિંદુસ્તાનને ખૂબ જ સારી રીતે જાણું છું.”

વધુમાં કહ્યું કે,”મને ભારતીય મીડિયાએ મારી છબી ખરડવાનો પ્રયાસ કર્યો. ભારતીય મીડિયાએ મને બોલીવૂડનાં વિલન તરીકે દર્શાવ્યો. પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે. કશ્મીરનાં લોકોનાં માનવ અધિકારોનું હનન થાય છે.

સેનાની કાર્યવાહીથી કશ્મીરનાં લોકોએ ઘણું બધું સહન કર્યું છે. ભારતીય સરકાર જો સંબંધ સુધારવા ઇચ્છે તો અમે તૈયાર છીએ. ભારત પાકિસ્તાનને વિશ્વ ફલક પર વખોડી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમસ્યાઓનું ચર્ચાથી સમાધાન લાવવું જોઇએ.”

You might also like