પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને રાજકારણી ઇમરાન ખાને કર્યાં ત્રીજા લગ્ન

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને રાજકારણી ઈમરાન ખાને ત્રીજી વખત વખત લગ્ન કર્યા છે. શનિવારે રાતે ઈમરાન ખાને લગ્ન કર્યા હતા. ઈમરાન ખાને બુશરા મેનકા સાથે શનિવારે લગ્ન કર્યા છે. મહત્વનુ છે કે, ઈમરાન ખાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ચીફ છે. છેલ્લા ઘણા સમયથી ઈમરાન અને બુશરાના લગ્નની ચર્ચાઓ થઈ રહી હતી.

જોકે શરૂઆતમાં પીટીઆઈ દ્વારા આ વાતોને નકારવામાં આવી હતી. પીટીઆઈ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, ઈમરાન ખાને બુશરા સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો છે. મહત્વનુ છે કે, ઈમરાન ખાને પ્રથમ લગ્ન બ્રિટિશ અરબપતિની પુત્રી જેમીમા ગોલ્ડ સ્મિથ સાથે 1995માં કર્યા હતા. ઇમરાને 2004માં તલાક આપ્યો હતો.

2015માં ઈમરાને ટીની પ્રેંજેટપ રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર 10 મહિના સુધી ચાલ્યા હતા. હવે ઈમરાને ત્રીજા લગ્ન કર્યા છે. ઈમરાન અને બુશરાના લગ્નના ફોટા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યા છે અને હાલમાં બન્નેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

You might also like