પનામા પેપર્સ મુદ્દે મને ચુપ રહેવા શરીફે 10 અબજની ઓફર કરી હતી : ઇમરાન ખાન

લાહોર: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પર પાકિસ્તાની ક્રિકેટરનો આરોપ. પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાને નવાઝ શરીફ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, પનામા ગેટ સ્કેન્ડલ મામલે નવાઝ શરીફે મને શાંત રહેવા માટે 10 અબજ રૂપિયાની ઓફર કરી હતી. જે વાતનો વિરોધ કરતા નવાઝ શરીફની દીકરીએ વાત પાયાવિહોણી ગણાવી હતી.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ જણાવ્યું કે પનામા ગેટ્સને લઇને નવાઝ શરીફને વડાપ્રધાન પદ પરથી હટાવવા માટે પુરતા પુરાવા પ્રાપ્ત નથી. પરંતુ એક પીછે એક સપ્તાહની અંદર એક સંયુક્ત તપાસ સમિતિની રચના કરવા માટેના આદેશ આપ્યા હતા. જેના દ્વારા આ સમિતિ 60 દિવસમાં શરીફ પરિવાર વિરૂદ્ધ કાળાનાણાના આરોપોની તપાસ કરશે.

You might also like