Categories: Business

Stock Market: ઓટો, આઈટી અને રિયલ્ટી સેક્ટરમાં સુધારો, આવતી કાલે બજાર રહેશે બંધ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૫૩ પોઇન્ટના સુધારે ૩૫,૧૨૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૨ પોઇન્ટના સુધારે ૧૦,૭૩૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બુધવારે ફેડની બેઠક તથા ઉ.કોરિયા અને દ.કોરિયા વચ્ચેના સુધરતા જતા સંબંધોના પગલે વૈશ્વિક બજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલની અસરથી શેરબજાર આજે ઊંચા ગેપથી ખૂલ્યું હતું.

ઓટો, આઇટી, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા સેક્ટરના શેરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૦.૪૬ ટકાના સુધારે ૨૫,૫૧૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. આજે શરૂઆતે એસબીઆઇ, વિપ્રો, યસ બેન્કના શેરમાં ૧.૭૦થી ૨.૨૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે એક્સિસ, રિલાયન્સ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં વેચવાલી નોંધાતી જોવા મળી હતી, જેના પગલે તેમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

પાછલા દસ વર્ષમાં FIIનું મે મહિનામાં રોકાણ
મે-૨૦૦૮ – ૪,૯૧૭
મે-૨૦૦૯ + ૨૦,૬૦૬
મે-૨૦૧૦ – ૮,૬૨૯
મે-૨૦૧૧ – ૫,૧૫૮
મે-૨૦૧૨ – ૧,૫૨૨
મે-૨૦૧૩ + ૨૧,૨૬૭
મે-૨૦૧૪ + ૧૬,૫૧૨
મે-૨૦૧૫ – ૧,૮૯૫
મે-૨૦૧૬ + ૨,૫૭૮
મે-૨૦૧૭ + ૯,૯૫૬
(આંકડા કરોડમાં)

આર્થિક વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાનો અંદાજ
દેશનો આર્થિક વિકાસ આગળ વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક વૃદ્ધિ ૭.૫ ટકાની સપાટીએ પહોંચવાનું અનુમાન છે. ડોઇચ બેન્કના એક રિસર્ચ રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ખૂબ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે એટલું જ નહીં, દેશના બેન્કિંગ ક્ષેત્રમાં લોનના કૌભાંડના કરોડો રૂપિયાના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવા સંજોગો દેશના આર્થિક વિકાસ સામે અવરોધ ઊભો કરી શકે છે.

બેન્કના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આર્થિક વિકાસદર ૭.૫ ટકા રહેવાનું અનુમાન છે. દેશમાં રોકાણમાં ઝડપી વૃદ્ધિ થવાની આશા છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

6 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

6 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

6 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

6 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

6 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago