સાથે મળીને ભવિષ્ય વિશે વિચારવાથી સંબંધો સુધરે

કોઈપણ રોમેન્ટિક સંબંધોમાં ફાઈનાન્સ, ઈર્ષા, અંગત અાદતો કે શંકા-કુશંકાના કારણે ઝઘડા થાય તેવો તબક્કો ક્યારેક તો અાવતો જ હોય છે. જો અાવા સમયે યુગલ સાથે મળીને ભવિષ્યનો વિચાર કરે તો તેનાથી સંબંધોમાં હકારાત્મક્તા અાવે છે.

સંબંધોમાં તકલીફ થાય ત્યારે કોઈ ત્રીજી જ વ્યક્તિના દ્રષ્ટિકોણથી વાતને વિચારવામાં અાવે તો દલિલો ઉકલી જાય છે. તેવું અગાઉના સંશોધનમાં કહેવાયું હતું પરંતુ કેનેડાના સંશોધકોએ હવેના અભ્યાસમાં જણાયું છે કે નાની-મોટી તકલીફોમાં જો યુગલો ભવિષ્ય વિશે અેક સાથે વિચારે તો સંબંધોની નાજૂક સ્થિતિ સચવાઈ રહે છે.

You might also like