કોંગ્રેસ-પાસ વચ્ચે અનામતના મુદ્દે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક

અમદાવાદ: કોંગ્રેસ અને પાસ હજુ સુધી પાટીદાર ઓબીસી અનામત અંગે કોઇ નિર્ણય પર આવી શકયા નથી. પૂર્વ યુપીએ સરકારના કાયદા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ વચ્ચેની છેલ્લી બેઠકમાં પણ કોંગ્રેસ અને પાસ વચ્ચે આંટી પડી હતી. હવે આજે બપોરે દિલ્હીમાં કોંગ્રેસ અને પાસ વચ્ચે પાટીદાર અનામત અંગે વધુ એક બેઠક યોજાઇ રહી છે.

કોંગ્રેસ અને પાસ વચ્ચે આજે બપોરે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં આ ત્રણ ફોર્મ્યુલા પૈકી એક ફોર્મ્યુલા પર નિર્ણય લેવાશે તેમ જણાવતાં પાસની કોર કમિટીના સભ્ય લલિત વસોયા વધુમાં કહે છે, આ માટે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે આજે બપોરે ૧ર-૦૦ વાગ્યે બેઠક યોજાશે.

દરમિયાન આજે સવારની ૭-૦૦ વાગ્યાની દિલ્હી જવાની ફલાઇટ પકડીને પાસના ચાર અગ્રણીઓ દિનેશ બાંભણિયા, લલિત વસોયા, મનોજ પનારા અને ડો.કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યા છે. પાસની કોર કમિટીની ગઇ કાલે મળેલી બેઠકમાં હાર્દિક પટેલે દિલ્હીની શુક્રવારની બેઠક અંગે માહિતી આપી હતી.

આ દરમિયાન પાસ ઉપરાંત ઠાકોર સેનાના અધ્યક્ષ અને કોંગ્રેસના અગ્રણી અલ્પેશ ઠાકોર પણ ગઇ કાલ સાંજથી દિલ્હીમાં છે તે અત્રે ઉલ્લેખનીય છે.

You might also like