સુરક્ષાને લઇ કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, મહિલા સુરક્ષામાં કરાશે વધારો

કેન્દ્રીય કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં સુરક્ષાથી લઈને પોલીસ સુધારની દિશામાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, કેબિનેટે પોલીસ મોર્ડનાઈઝેશન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમ અંતર્ગત 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

કેબિનેટમાં બેઠકમાં આજે આંતરિક સુરક્ષા, મહિલા સુરક્ષાનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ સ્કીમ અંતર્ગત હેલિકોપ્ટરની ખરીદી પણ વધારવામાં આવશે. તેમજ સાથે નક્સલથી પ્રભાવિત 35 જિલ્લાઓમાં પોલીસ અપગ્રેડેશન પર 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સુરક્ષાનાં હેતુસર ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે પણ 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સુધારવા માટે પણ 900 કરોડ રૂપિયા વાપરવામાં આવશે.

You might also like