તલાટીઓની માંગને લઇ ડે.સીએમ નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું?

ગાંધીનગરઃ રાજ્યભરમાં તલાટીઓએ ચલાવેલી પડતર માગ અંગેની હડતાળ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે,”તલાટીઓનાં પ્રશ્નોનાં નિરાકરણ મામલે અમે કર્મચારી સાથે બેઠક યોજ્યાં બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પણ વાતચીત કરી હતી.

તલાટીઓને અન્યાય થઈ રહ્યો હોવાની વાત પણ જણાવી. 12 હજાર કરતા વધુ તલાટીઓને પૂરતો પગાર ધોરણ પ્રાપ્ત થાય તેવી લાગણી નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત દરેક ગામ દીઠ એક તલાટીની નિમણુંકની જાહેરાત કરવા ઉપરાંત વર્ગ 4નાં કર્મચારીઓને બોનસ પ્રણાલીમાં સમાવેશ કરવાની જાહેરાત કરાઈ હતી.

તલાટીઓ મુદ્દે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે,”પ્રશ્નોનાં નિરાકરણ બાબતે સીએમ સાથે ચર્ચા કરી હતી. કર્મચારીનાં હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી. તલાટીઓને ઉપલા પગાર ગ્રેડ અને પ્રમોશનનો લાભ મળે. તલાટીને અન્યાય થતો હોવાની પણ લાગણી તેમની હતી. 12 હજાર કરતા વધુ તલાટીઓને પુરતો પગાર ધોરણ પ્રાપ્ત થાય તેવી લાગણી વ્યક્ત કરી. અગાઉનાં પરિપત્રની 3 શરતો હતી.

ઉપલા પગાર ગ્રેડ અને પ્રમોશનનો લાભ મળે તેવી પણ રજૂઆત હતી. 3 શરતો અભ્યાસ બાદ આજે રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાખેલી 3 શરતો માંગણી પ્રમાણે રદ કરીએ છીએ. ગઈ કાલે રાત્રે જ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ હતી. અન્ય કર્મચારીઓને સમકક્ષ પગાર ધોરણ પ્રાપ્ત થશે. તલાટી એસો.ને પત્ર પાઠવી હડતાળ પૂર્ણ જાહેર કરી છે.

એસો. હડતાળ પૂર્ણ કરી એટલે સરકારે નિર્ણય કર્યો છે. અન્ય માંગણીઓ મુદ્દે હાલમાં કોઇ વિરોધ નહીં કરે. દરેક ગામ દીઠ એક તલાટીની નિમણૂંકની તલાટીઓની માંગ છે. રાજય સરકાર તરફથી વર્ગ 4નાં કર્મચારીઓને બોનસની પ્રણાલી. વર્ગ 4નાં કર્મચારીઓને રૂ.3500નું બોનસ અપાશે. પંચાયત સરકારનાં અને ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને પણ લાભ મળશે. સરકાર પર 15 કરોડનો બોજો પડશે.”

You might also like