જાણો, સૂર્યને કેમ ચઢાવાય છે જળ?, શું છે મહિમા?

વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતા, સામાજીક-પ્રતિષ્ઠા, આત્મ-સમ્માન તથા જોબ-એમ્પ્લોયર વગેરેનાં કર્તાહર્તા માનવામાં આવે છે. કેમ કે અદભુત ગુરૂત્વાકર્ષણને કારણે દરેક ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતાનું સ્થાન આપવામાં આવેલ છે.

વૈદિક શાસ્ત્રમાં સૂર્યની સ્થિતિ કુંડળીમાં અત્યંત જ મહત્વની હોય છે. જો સૂર્ય આ કુંડળીમાં દરેક પ્રકારે સુદ્દઢ છે તો જાતકનાં સમાજમાં દરેક પરિસ્થિતીમાં પ્રતિષ્ઠા જળવાઇ રહેશે. રાજનીતિમાં પણ સૂર્યદેવને રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે જો તમારો સૂર્ય બળવાન હોય તો તમે દરેક સ્થિતિમાં પોતાનાં આત્મબળ પર આપ ઊભા રહી શકો છો એટલે કે પોતાની જાતને વધુ સક્ષમ બનાવી શકો છો.

વૈદિક જ્યોતિષોમાં આપણે ચંદ્રને મનનું પરિબળ જાણીએ છીએ. જો કે હકીકતમાં આપણાં પૂર્વમાં કરવામાં આવેલ કર્મો તથા ઘટેલ ઘટનાઓ સાથે આપણી ભાવનાઓ પર પ્રભાવ નાંખીને આપણી અંદર એક પ્રકારનો માનસિક ફેરફાર થઇ જાય છે. પરંતુ સૂર્ય આપણાં દરેક કર્મને ઉદ્દેશપૂર્વ કરાવે છે.

કુંડળીમાં સૂર્ય જે સ્થાન પર બેસે છે ત્યાં જ જાતકની જીંદગી જીવવાનો ઉદ્દેશ્ય હોય છે. એ જ દિશામાં તે જવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સૂર્ય પીડિત અથવા કમજોર હોય છે ત્યારે જાતકને આત્મવિશ્વાસ, દ્રઢ સંકલ્પતા અને સ્વાભિમાનનાં રસ્તાથી વિચલિત કરી દે છે.

કુંડળીમાં સૂર્યને દ્દઢ કરવા માટે સર્વ પ્રથમ પિતા તથા પિતા તુલ્ય લોકોનું સમ્માન કરવું, રવિવારનાં રોજ ઓછામાં ઓછાં અડધાં કલાક સુધી મીઠાંનું સેવન ન કરો અને જો શક્ય હોય તો પૂરાં દિવસ સુધી મીઠાંનો ટેસ્ટ જ ન લો. સૂર્યદેવની આરાધના માટે જળમાં મીઠું નાખીને સૂર્યોદય થતાં જ સૂર્યને વધારેમાં વધારે બે કલાકની આરાધના કરો. જો એમાં પણ શક્ય હોય તો હ્રદય-સ્તોત્રનો પાઠ કરો પરંતુ એ પહેલાં ત્રણ વાર ગાયત્રી મંત્રનો પાઠ જરૂરથી કરો.

You might also like