દેશનાં વધુ છ રાજ્યમાં ઈન્ટ્રા સ્ટેટ ઈ-વે બિલનો અમલ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ૧ એપ્રિલથી ઇ-વે બિલના અમલ બાદ ૧૫ એપ્રિલથી દેશના ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ થઇ ચૂક્યો છે. સોમવારે દેશમાં ૧૦.૩૧ લાખ ઇ-વે બિલ જનરેટ થયાં છે. સરળતાથી ઇ-વે બિલ ઈશ્યૂ થતાં દેશમાં બિહાર, ઝારખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ, ત્રિપુરા અને ઉત્તરાખંડ એમ વધુ છ રાજ્યમાં ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો આગામી ૨૦ એપ્રિલથી અમલ કરવાનો જીએસટી કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

જીએસટી કાઉન્સિલના અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે જીએસટી રિટર્નની પ્રક્રિયાને સરળ બનાવવા ચર્ચા ચાલી રહી છે. જીએસટી રિટર્ન કેવી રીતે વધુ સરળ બનાવી શકાય તે માટે ૪૦ ઇન્ડસ્ટ્રીઝ ઓર્ગેનાઇઝેશન તથા ૧૫ જેટલા ઇનડાયરેક્ટ ટેક્સ નિષ્ણાતોનું મંતવ્ય લેવામાં આવી રહ્યું છે, જે માટે તેઓને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે હવે આ છ રાજ્યએ પણ રાજ્યની અંદર રૂ. ૫૦ હજારથી વધુની કિંમતના માલ સામાનના પરિવહન માટે ઇ-વે બિલ બનાવવું પડશે.

You might also like