એક યુવાને નદીમાં પડતું મૂક્યું, એકનો ગળાફાંસો

અમદાવાદ: શહેરમાં અાત્મહત્યાના બે બનાવ બન્યા છે, જેમાં એક યુવાને નદીમાં પડતું મૂકી અને એક યુવાને ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.  અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે રહેતા રોહિત નટવરલાલ પંડ્યા નામના યુવાને અગમ્ય કારણસર સાંજના છ વાગ્યાના સુમારે પાલડી એનઅાઈડી પાસે સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી, જ્યારે વટવામાં પીપળજ ખાતે ગોપાલપુરમાં રહેતા ભોલુ નામના ૨૫ વર્ષના એક યુવાને પીરાણા રોડ પર કાપડની કંપની પાસે ડેનિયમ લિમિટેડના પાછળના ભાગે સ્ટોરરૂમમાં અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી અાપી અાપઘાતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like