સરકારે આ 4 Apps હટાવવા આપી ચેતાવણી, પાકિસ્તાન કરી રહ્યું છે જાસૂસી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે જો તમે આ ચાર એપ્સનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તરત જ તેને તમારા ફોનમાંથી દૂર કરી દો. આ એપ છે ટોપ ગન (ગેમ એપ), એમપીજુંક (મ્યૂઝિક એપ), બીડીજુંકી (વીડિયો એપ) અને ટોકિંગ ફોગ (ઇન્ટરનેટ એપ). આ તમામ એપને તુરંત ડિલીટ કરવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

પાકિસ્તાની એજન્સીઓ ભારતમાં મોબાઇલ એપ મારફતે વાયરસ મોકલીને જાસૂસી કરી રહ્યું છે. ગૃહમંત્રાલયને આ અંગે સચોટ પુરાવા પ્રાપ્ત થયા છે. ત્યારે દેશની તમામ સુરક્ષા એજન્સી અને ગુપ્તચર એજન્સીઓને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે કે આ રીતના મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવામાં ન આવે. આ સાથે જૂના સૈનિકોને નોકરીની આડમાં તેમજ નાણાકીય સહાયની આડમાં જાસૂસીના પ્રયાસમાં ફાંસવાના કેટલાક કેસ્સાઓ પણ સમગ્ર દેશમાંથી સામે આવ્યાં છે. ગૃહવિભાગના મતે આ એપ દ્વારા પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓ વાયરસ મોકલીને માહિતી પ્રાપ્ત કરી રહી છે.

home

You might also like