મોદી સરકારને લઇ ખુશ ખબર!, IMFએ કહ્યું,”આ વર્ષે 7.4% રહેશે વિકાસ દર”

ન્યૂ દિલ્હીઃ અર્થવ્યવસ્થાનાં મોરચા પર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)થી મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યાં છે. IMFએ જણાવ્યું કે 2018માં ભારતીય અર્થવ્યવસ્થા 7.4 ટકાની ઝડપે વધશે અને 2019 સુધીમાં તે 7.8 ટકાએ પહોંચી જશે.

નોટબધી-GSTથી ઉભરતું ભારતઃ
એશિયા એન્ડ પૈસેફિક રીઝનલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં IMFએ ભારતીય અર્થવ્યવસ્થા પર ભરોસો દર્શાવ્યો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવેલ છે કે ભારત નોટબંધી અને જીએસટીની અસરથી ઉભરી રહેલ છે અને મધ્ય અવધિમાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) નિયંત્રણમાં રહેશે.

આ ભારતીય રિઝર્વ બેંકનાં 4%નાં લક્ષ્યથી થોડુંક ઓછું અને થોડુંક વધારે થઇ શકે છે. જો કે આ સાથે જ રિપોર્ટમાં મોદ્રિક નીતિને નક્કી કરતી વેળાએ સતર્કતા રાખવાની ભલામણ પણ કરવામાં આવેલ છે.

બીજા નંબર પર થશે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાઃ
રિપોર્ટમાં નાણાંકીય વર્ષ 2017-18માં નાણાંકીય અભાવ વધવાની આશંકા જતાવવામાં આવેલી છે. જો કે વિદેશી પ્રત્યક્ષ રોકાણનાં આવવાથી આમાં સામાન્ય વધારો થવાનો અનુમાન લગાવવામાં આવેલ છે.

દક્ષિણ એશિયામાં ભારત બાદ બીજા નંબર પર બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા હશે. 2018 અને 2019માં 7%નાં દરે વધારો થશે ત્યાં જ શ્રીલંકાની ઇકોનોમીનાં 2018માં 4% અને 2019માં 4.5% દરનો વધારો થવાની વાત કરવામાં આવેલ છે. નેપાળની અર્થવ્યવસ્થા 2018માં 5% અને 2019માં 4%નાં દરે વધશે.

You might also like