નોટબંધીના કારણે IMFએ ભારતનો વિકાસદર 7.6માંથી ઘટાડી 6.6 કર્યો

વોશિંગ્ટન : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધીદરના અનુમાનને 7.6 ટકાથી ધટાડીને 6.6 ટકા કરી દીધું છે. જેની પાછળનું કારણ નોટબંધીની અસ્થાયી નકારાત્મક અસર ગણાવવામાં આવી છે. અગાઉ વર્લ્ડ બેંક પણ ભારતનાં વૃદ્ધી દરને ઘટાડીને 7.6 ટકાથી ઘટાડીને 7 ટકા કરી ચુક્યું છે. આઇએમએફએ સોમવારે વર્લ્ડ ઇકોનોમી આઉટલુટ અપડેટ બ હાર પાડ્યું હતું.

IMFએ ચાલુ વર્ષ 2016-17 અને આગામી વર્ષમાં ભારતનાં વૃદ્ધી દરને ક્રમશ 1 ટકા અને 0.4 ટકા ઘટાડી દીધી હતી. પ્રાથમિક રીતે તેની પાછળનું કારણ નોટબંધીના કારણે પેદા થયેલ રોકડ સમસ્યાને ગણાવી છે. જો કે IMFએ આશા વ્યક્ત કરી કે 2016માં અર્થવ્યવસ્થાની સુસ્ત ચાલ આગામી બે વર્ષમાં ફરીથી ગતિ પકડી લેશે. IMFના અનુસાર વિકાસશીલ દેશોના બજાર આગામી વર્ષોમાં તેજી દેખાડી શકે છે. વૈશ્વિક વૃદ્ધિ દરનું અનુમાન 3.1 કરાયું છે. ઓક્ટોબર 2016માં પણ આટલો જ વૃદ્ધીદરનો અનુમાન રાખવામાં આવ્યું હતું.

You might also like