ક્યારે આવશે વરસાદ? અમદાવાદમાં આગામી અઠવાડિયે આવી શકે છે…

ગુજરાતમાં આ વર્ષે વરસાદ થોડો પાછો ખેંચાયો છે. જેને લઈને ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે આખરે ક્યારે વરસાદ આવશે. જોકે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાં અપરએર સાઈક્લોનિક સરર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો આગામી સપ્તાહમાં અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં વરસાદની શરૂઆત નિયત સમય કરતા 3 દિવસ વહેલા જ શરૂ થઇ જતા,ખેડૂતો પણ ગેલમાં આવી ગયા હતા, જો કે,ગુજરાતના હજી કેટલાક પ્રદેશોમાં છૂટાછવાયા ઝાપટા જ પડતા જગતનો તાત મુંજાયો છે અને વરસાદ ઝડપથી આવે તેવું ઇચ્છી રહ્યો છે. આજરોજ આવેલ સમાચાર મુજબ અરબ સાગરમાં અપરએર સાઈક્લોનિક સરર્ક્યુલેશન સર્જાયું છે. આ સરર્ક્યુલેશનને પગલે આગામી સમયગાળામાં દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવવાની સંભાવના રહેલી છે.

આપને જણાવી દઇએ કે,દેશના કૃષિક્ષેત્રના જાણકારોનું માનવું છે કે, વર્તમાન સ્થિતિમાં ચોમાસું નબળુ પડવાના કારણે ઘણા રાજ્યોમાં ચોમાસાની વાવણી પર અસર પડશે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ચોમાસાની ગતિ ધીમી થતાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી તો બીજી તરફ આ રાજયોમાં ચોમાસાની વાવણી પર અસર પડી શકે છે. મધ્યપ્રદેશ,રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં ચોમાસાની વાવણી મોડી શરૂ થશે કેમકે આ રાજયોની કૃષિ ચોમાસા પર વધારે નિર્ભર છે.

જો કે, તેમ છતાં હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસાની ગતિમાં વધારો થતાં તે ચોમાસુ પાક માટે વરદાનરૂપ સાબિત થશે અને તે સાથે જ દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર દેશનું 2.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ટકેલું છે.

You might also like