ન્યૂયોર્ક મસ્જિદની પાસે ગોળીબાર, ઇમામ સહિત બેનાં મોત

ન્યૂયોર્ક: ન્યૂયોર્કમાં થયેલા ગોળીબારમાં એક ઇમામ અને એક અજાણ્યા વ્યક્તિના માથા પર ગોળી વાગવાથી મોત થઇ ગયું છે. પોલીસે આ જાણકારી આપતાં કહ્યું કે ગોળીબાર કેમ કરવામાં આવ્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ક્વીન્સમાં લાગેલા ઓઝોન પાર્ક સ્થિત એક મસ્જિદ પાસે કાલે બપોરે બે વાગ્યાની પહેલા ગોળીબાર કરવામાં આવ્યો.

આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બંને ઘાયલ થયેલા વ્યક્તિને નજીકની જમેકા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, જેમાં ઇમામ મોલાના અકોન્જીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાથે સાથે બીજા વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું.

જો કે પાલીસને હજુ સુધી આ ગોળીબાર કેમ થયો તેની જાણકારી મળી નથી. પોલીસના પ્રમાણે પ્રારંભિક તપાસમાં એવો કોઇ સંકેત મળ્યો નથી કે તેમની પર તેમના ધર્મના કારણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા
અનુસાર આ બંને વ્યક્તિઓ પર એક ભાગેડું શંકાસ્પદ વ્યક્તિએ પાછળથી ગોળી ચલાવી હતી. જેને ઘટના પછી ત્યાં ઊભેલા વ્યક્તિઓએ બંદૂક સાથે ઘટનાસ્થળથી ભાગતા જોયો હતો.

You might also like