મને મારા પર ગર્વ છે

વર્ષ ૨૦૦૭માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતી ચૂકેલી ઇશા ગુપ્તા પોતાની ચાર વર્ષની કરિયરમાં અાઠ ફિલ્મો કરી ચૂકી છે. તેના માધ્યમથી તેને કોઈ મોટી સફળતા મળી નથી, છતાં પણ તેની પાસે ‘રંગૂન’, ‘કમાન્ડો-૨’, ‘હેરાફેરી-૩’ અને ‘બાદશાહો’ જેવી ફિલ્મો છે. મોડલિંગની દુનિયામાંથી ફિલ્મોમાં પ્રવેશેલી ઇશા ગુપ્તા કહે છે કે ભારતીય મોડલોના અનોખા લુકની દુનિયાભરમાં પ્રશંસા થાય છે. િવદેશી કાર્યક્રમોમાં હંમેશાં ભારતીય મોડલોની માગ હોય છે. ભારતીય મોડલ પોતાના વાસ્તવિક અને અલગ લુક માટે અોળખાય છે. ઇશા ફેશન માટે સદાબહાર અભિનેત્રી રેખા અને સીમી ગરેવાલને પોતાના અાદર્શ માને છે. તે કહે છે કે હું કોઈનું અનુકરણ કરવા ઇચ્છતી નથી, પરંતુ અા બંને મને ગમે છે. ઇન્ટરનેશનલ ફેશનની દુનિયામાં મારા પસંદગીના લોકો અડ્રે હેપબર્ન અને મેરેલિન મનરો છે.

‘જન્નત-૨’, ‘રાજ-૩’,‘ ચક્રવ્યૂહ’ અને ‘હમશક્લ’ જેવી ફિલ્મો કર્યા બાદ બોલિવૂડનું વલણ ઇશા પ્રત્યે કેટલું બદલાયું છે અા અંગે વાત કરતાં તે કહે છે કે ‘જન્નત-૨’ હિટ થયા બાદ મારા પ્રત્યે ઇન્ડસ્ટ્રીનું વલણ સાવ બદલાઈ ગયું. ત્યારબાદ ‘રાજ-૩’અે પણ મારી સફળતાની નવી કહાણી લખી. અા જ કારણ છે કે બાદમાં મને પ્રકાશ ઝા જેવા નામચીન ફિલ્મકારોઅે પોતાની ફિલ્મ ‘ચક્રવ્યૂહ’માં જાણીતા કલાકારો સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો અાપ્યો. ત્યારબાદ ‘હમશક્લ’ જેવી મ‌િલ્ટસ્ટારર ફિલ્મની હું ભાગ બની. સ્વાભાવિક રીતે અા મારા માટે સફળતા ભરેલું રહ્યું. અાવી સફળતા પર કોઈ પણ કલાકાર ગર્વ કરશે.

visit: sambhaavnews.com

You might also like