બુક લોન્ચ વિવાદ પર વિજય માલ્યાએ કહ્યું, ‘હું વગર આમંત્રણે જનારાઓમાંથી નથી’

લંડન: ભારતની ઘણી બેંકો પાસેથી નવ હજાર કરોડથી વધુની લોન લઇને દેશ છોડીને ભાગનાર દારૂના વેપારી વિજય માલ્યાએ લંડનના બુક લોન્ચ વિવાદને લઇને સ્પષ્ટતા આપી છે. ભારતમં કાયદાકીય રીતે ભાગેડુ જાહેર વિજય માલ્યાએ રવિવારે કહ્યું કે તે બોલાવ્યા વિના જનારાઓમાંથી નથી.

તેમણે કહ્યું કે તે લંડનમાં તે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આમંત્રિત હતા. આ કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર નવતેઝ સરના પણ સામેલ હતા. તેમણે કહ્યું કે માલ્યાને ત્યાં જોયા બાદ કાર્યક્રમને નજર અંદાજ કરી દીધો હતો.

કાર્યક્રમમાં માલ્યા હોવાથી વધ્યો વિવાદ
એક કાર્યક્રમમાં સરના ગુરૂવારે સામેલ થયા. ત્યાં માલ્યા પણ હાજર હતા. તેનાથી વિવાદ પેદા થયો. ત્યારબાદ વિદેશ મંત્રાલયે શનિવારે સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું કે માલ્યા કાર્યક્રમના આયોજકોના આમંત્રિત અતિથિઓની યાદીમાં સામેલ ન હતા.

માલ્યાને જોઇ હાઇ કમિશનરે કાર્યક્રમ છોડ્યો
વિજય માલ્યના અતિથિઓમાં સામેલ ન હોવાના દાવા વચ્ચે તેમણે રવિવારે ટ્વિટ કર્યું, હું મારા જીવનમાં વગર બોલાવે ગયો અંથી. હું બોલાવ્યા વિના જનારાઓમાંથી નથી અને આવું ક્યારેય નહી કરું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જ્યારે હાઇ કમિશનરે દર્શકો વચ્ચે વિજય માલ્યાને જોયા તો તે પોતાની ટિપ્પણીઓ બાદ મંચ અને કાર્યક્રમ સ્થળથી જતા રહ્યા હતા.

પોતાની પુત્રીની સાથે પહોંચ્યા હતા વિજય માલ્યા
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા આયોજિત કાર્યક્રમ શરૂ થયા બાદ પ્રવેશ કરનાર વિજય માલ્યાએ ટ્વિટ કર્યું, હું મારા લેખક મિત્ર માટે ગયો હતો. પોતાની પુત્રીની સાથે શાંતિપૂર્વક બેસ્યો અને વાતો સાંભળી. ત્યારબાદ હેડલાઇન્સ, ન્યૂઝ અને અવાંછિત અટકળો લાગવા લાગી.’

સુહૈલ સેઠના પુસ્તકનું હતું વિમોચન
તેમણે કહ્યું કે ‘કોઇ પુરાવા નથી, કોઇ આરોપપત્ર નથી, આ બધા દાવા પહેલાં કેમ મને મારા કાનૂની ઉપચારોના ઉપયોગની તક આપવી ન જોઇએ? એકદમ અયોગ્ય છે. તે ખબર પડ્યા બાદ સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઇ કે સુહૈલ સેઠના નવા પુસ્તક વિમોચનના અવસર પર સરના વિશેષ અતિથિના રૂપમાં સામેલ થયા. તો બીજી તરફ વિજય માલ્યા પણ દર્શકોમાં હાજર હતા.

You might also like