નિરાશ થાઉં ત્યારે કામમાં ડૂબી જાઉં છું

કેનેડાથી બોલિવૂડ પહોંચેલી સની લિયોન હવે હોલિવૂડમાં હોટ કેક બની ચૂકી છે. આવનારી ઘણી ફિલ્મોમાં તે ડાન્સ પર્ફોર્મન્સ આપતી જોવા મળશે. તાજેતરમાં તેણે ‘વજહ તુમ હો’માં આઇટમ સોંગ કર્યું હતું. હવે તે શાહરુખ ખાન અભિનીત ‘રઇસ’માં આઇટમ સોંગ આપવાની છે. પોતાની એપ લોન્ચ કરી ચૂકેલી સની લિયોન હવે ઇન્ડિયામાં બિઝનેસ વુમન બની ચૂકી છે. બોલિવૂડમાં આવી ત્યારે તેણે કોઇ અપેક્ષા રાખી નહોતી. તે કહે છે કે મારા માટે અહીં બધું જ નવું હતું. આજે પણ હું એમ જ માનું છું કે અહીં કામ કરવું મારી જિંદગીનો સૌથી મોટો અવસર છે. હું મહેનતમાં વિશ્વાસ કરું છું અને મારા જીવનની આ ક્ષણોમાં પણ કામ અને મહેનતને પ્રાથમિકતા આપું છું.

સની લિયોન ક્યારેક ક્યારેક નિરાશ પણ બની જાય છે. તે કહે છે કે જ્યારે હું નિરાશ થાઉં ત્યારે મારી િનરાશા દૂર કરવા મારી જાતને કામમાં ડુબાડી દઉં છું. હું મારી જાતને કહું છું કે મને મારા કામથી જ મતલબ હોવો જોઇએ. હું માત્ર સકારાત્મક બાબતો પર ધ્યાન આપવાનો પ્રયાસ કરું છું. કોઇ વ્યક્તિને દુઃખી કે કોઇ પણ પ્રકારના દર્દમાં જોઇને મને દુઃખ થાય છે. ઉલ્લેખનીય છે કે ‘રઇસ’ ફિલ્મમાં સની ૧૯૮૦ની ઝિન્નત અમાનની ફિલ્મ ‘કુરબાની’ના ગીત ‘લયલા ઓ લયલા….’ પર ડાન્સ કરી રહી છે. આ ફિલ્મમાં આ ગીતને ફરી એક વાર ફિલ્માવવામાં આવ્યું છે.

home

You might also like