જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શન, પશુઓને વૃક્ષ સાથે બાંધીને કરાવાય છે સિંહ દર્શન

ગેરકાયદે સિંહ દર્શનની ગોઠવણનો પર્દાફાશ થયો છે. નિર્દોષ પશુને વૃક્ષ સાથે બાંધીને ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની આ કરતૂતનો વીડિયો વાયરલ થયો છે. એક અનુમાન પ્રમાણે આ વિડીયો ગિરનારના જંગલનો છે. આ રીતની ગોઠવણ વનવિભાગના અધિકારીઓ મળતિયાઓની મીલીભગતથી થતી હોય છે.

રૂપિયા 5 થી 10 હજાર જેવી રકમ લઇને આ રીતે ગેરકાયદે સિંહ દર્શનની ગોઠવણ થતી હોય છે. નિર્દોષ પશુઓનો ભોગ લઇને આ રીતે સિંહ દર્શન કરાવાતા હોય છે. અહીં એક આખલાને વૃક્ષ સાથે બાંધી દેવાયો છે. જેથી સિંહ આસાનીથી તેનો શિકાર કરી શકે અને વળી આ પ્રકારના ગેરકાયદે સિંહ દર્શનની મજા મણાતી હોય છે.

ગિરનારના જંગલમાં થતી આ ગોઠવણના આ પર્દાફાશથી વન વિભાગના નિયમોના ધજાગરા થયા છે. તો સાથે જ અધિકારીઓ પર અનેક રીતના સવાલો થઇ રહ્યાં છે. જોવું એ રહેશે કે આ પ્રકારના ખેલ કયારે બંધ થાય છે.

You might also like