નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી તેની ધરપકડ થઇ શકી નથી. સેબીનું લાઇસન્સ લીધા વગર ચારેય જણા ગેરકાયદે શેરની લે-વેચ કરીને ડબ્બા ટ્રે‌િડંગ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે લેટરપેડ પર લખેલા કરોડો રૂપિયાના વ્યવહાર સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે જ્યારે લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.પી. દેસાઇ અને તેમની ટીમને બાતમી મળી હતી કે સૂર્યકાંત ઉર્ફે વિક્કી સુશીલચંદ્ર ગુપ્તા નવા બાપુનગર ખાતે આવેલા તેમના મકાનમાં ગેરકાયદે ડબ્બા ટ્રે‌િડંગ કરી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ બી.પી.દેસાઇ, એએસઆઇ દિલીપકુમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ સહિતની ટીમે નવા બાપુનગર ખાતે આવેલા વૈશાલી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને ઘટનાસ્થળ પરથી કેતન ધીરુભાઇ રાઠોડ, ‌િહતેશભાઇ ગોયલ, સુનીલભાઇ ગુપ્તાની ધરપકડ કરી છે. ચારેય જણા સ્ટોક એક્સેન્જના કોઇ પણ લાઇસન્સ વગર શેરના લે-વેચનો ધંધો કરીને ડબ્બા ટ્રે‌િડંગ ચલાવતા હતા.

ભારત સરકારને આર્થિક નુકસાન થાય તે હેતુથી ચારેય જણા છેલ્લા ઘણા સમયથી ડબ્બા ટ્રે‌િડંગ કરી રહ્યા છે. સૂર્યકાંત પાસે સ્ટોક એક્સચેન્જનું લાઇસન્સ નથી. લાઇસન્સ વગર તે ગેરકાયદે શેરના લે-વેચનો ધંધો કરીને અને હવાલો કરતા હતા.

ભારત સરકારને તેમજ સિક્ય‌ો‌િરટી ટ્રાન્જેકશનને લગતા કોઇ પણ પ્રકારના ટેક્સ ભર્યા વગર શેરની લે-વેચની પ્રવૃત્તિ કરતા હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે ત્રણેય જણાની ધરપકડ કરી લીધી છે અને ઘટના સ્થળ પરથી આઠ મોબાઇલ ફોન, બે લેપટોપ, લેટરપેડ પર હવાલાની એન્ટ્રી જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાંચે કુલ ૧.૬૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ચારે શખ્સોની ધરપકડ કરીને નાણાકીય વ્યવહાર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૂર્યકાંત બહારગામ ગયો હોવાથી તેની ધરપકડ થઇ શકી નથી ત્યારે ધરપકડ કરાયેલા ત્રણેય યુવકો સૂર્યકાંતની ઓફિસમાં નોકરી કરે છે. એક અંદાજ પ્રમાણે લાખો રૂપિયાનું ટનઓવર સૂર્યકાંત કરતો હોવાનું ક્રાઇમ બ્રાંચ કહી રહી છે. કોઇ પણ લાઇસન્સ વગર શેરબજારનું ટ્રે‌િડંગ કરવું તે ગેરકાયદે છે. સૂર્યકાંત છેલ્લા ઘણા સમયથી આ ધંધો ચલાવતો હતો. પોલીસે જપ્ત કરેલા ‌િહસાબમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન સામે આવે તેવી શક્યતા છે અને જે ડબ્બા ટ્રે‌િડંગમાં ઇન્વોલ્વ છે તેમનાં પણ નામ સામે આવે તેવી શક્યતા છે.

ગેરકાયદે શેરની લે-વેચ કરે તેને ડબ્બા ટ્રે‌િડંગ કહેવામાં આવે છે. શહેરમાં ઠેર ઠેર ડબ્બા ટ્રે‌િડંગનો ધંધો ‌િબલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યો છે, પરંતુ તેમને પકડતી નથી. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ડબ્બા ટ્રે‌િડંગમાં કેટલાક લોકોના રૂપિયા ડૂબી ગયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે કેટલાક લોકો તરી પણ ગયા છે.

આજે ડબ્બા ટ્રે‌િડંગ ગેરકાયદે માનવામાં આવે છે તેમ છતાંય લોકો બેરોકટોક તે કરી રહ્યા છે. ડબ્બા ટ્રે‌િડંગમાં તમામ ‌િહસાબો હવાલા મારફતે થાય છેપ જેના કારણે પોલીસને જોઇએ તેવી સફળતા મળતી નથી ત્યારે બીજી તરફ તમામ ‌િહસાબો ‌િચઠ્ઠીમાં લખેલા હોય છે. ડબ્બા ટ્રે‌િડંગનો નશો એ હદે છે કે લોકો વ્યાજે રૂપિયા લાવીને રમતા હોય છે ત્યારે ઘરના દાગીના પણ વેચી દેતા હોય છે.

પોલીસને સમગ્ર ઘટનાની જાણ હોવા છતાંય તે કોઇ પણ કાર્યવાહી કરવાના મૂડમાં હોતી નથી. ક્રાઇમ બ્રાંચને મળેલી સફળતામાં તપાસને ક્યાં સુધી પહોંચાડે છે તે મહત્ત્વનું છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ઠેર ઠેર ધમધમી રહેલા ડબ્બા ટ્રે‌િડંગના ગોરખધંધાને પોલીસ ક્યારે બંધ કરાવશે.

ઉલ્લેખનીય છે કે દિવાળીના થોડાક દિવસ પહેલાં પશ્વિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતની ટીમે ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ કર્યો હતો અને ચારથી પાંચ લોકોની અટકાયત કરી હતીપ જોકે થોડાક સમય પછી તેમનો જવાબ લઇને છોડી મૂકવામાં આવ્યા હતા.

બાતમીદારે પાકી બાતમી આપી હોવા છતાંય પોલીસે કોઇ કાર્યવાહી કરી નહીં અને અટકાયત કરાયેલ વ્યકિત ડબ્બા ટ્રે‌િડંગ નથી કરતી તેવો જવાબ લઇને જવા દીધા હતા. આ ઘટનાએ પોલીસબેડામાં ચર્ચા જગાવી હતી ત્યારે હકીકત શું છે તે પીએસઆઇ અને ડબ્બા ટ્રે‌િડંગ કરનાર વ્યકિત જ જાણે છે.

You might also like