બહેરામપુરામાં રામરહીમના ટેકરા પાસે ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા રામરહીમના ટેકરા પાસે એક મકાનમાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો પર્દાફાશ દાણીલીમડા પોલીસ કર્યો છે. કતલખાનામાંથી એક જીવતી ભેંસ તેમજ 600 કિલો માંસનો જથ્થો પોલીસે જપ્ત કરીને એક કસાઇની પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ધરપકડ કરી છે.

બહેરામપુરા વિસ્તારમાં રામરહીમના ટેકરા પાસે આવેલ ગોસે આઝમ મદરેસાની બાજુમાં રહેતાે મોહંમદ મહેબૂબ શેખ તેના મકાનમાં ગેરકાયદે ઢોરની કતલ કરે છે તેવી બાતમી દાણીલીમડા પોલીસ સ્ટેશનને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગઇ કાલે દરોડા પાડ્યા હતા.

મકાનમાંથી મળી આવેલું માંસ ગાયનું છે કે અન્ય કોઇ પશુનું તે તપાસવા માટે પોલીસે એફએસએલની ટીમને બોલાવી હતી. દાણીલીમડા પોલીસે કસાઇ મોહંમદ મહેબૂબની પૂછપરછ કરતાં મીરજાપુર ઓ‌િરયેન્ટલ સ્કૂલની પાછળ રહેતા સિદ્દિક પાસેથી ભેંસ ખરીદી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે મોહંમદ મહેબૂબની ધરપકડ કરી છે અને અબ્બાસ અને સિદ્દિક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. એક મહિના પહેલાં પણ રામરહીમના ટેકરા પાસે ખુલ્લા પ્લોટમાં ચાલતા કતલખાનાનો પોલીસે પર્દાફાશ કરીને બે હજાર કિલો માંસનો જથ્થો જપ્ત કરીને 5 કસાઇની ધરપકડ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like