માત્ર સારી જ ફિલ્મોનો ભાગ બનવું છેઃ ઇલિયાના

દક્ષિણ ભારતમાં કેટલીયે ફિલ્મો કર્યા બાદ ઇલિયાના ડિક્રૂઝે 2012માં બોલિવૂડમાં બર્ફીના માધ્યમથી શાનદાર એન્ટ્રી કરી. આ ફિલ્મ તથા તેના પછી આવેલી તેની ફિલ્મોમાં તે સહઅભિનેત્રી તરીકે જ જોવા મળી. ઇલિયાનાનું કહેવું છે કે અત્યારે તે થોડા દિવસોના બ્રેક પર ચાલી રહી છે, કેમ કે તેને તેની પાસે આવેલી ઓફરમાંથી કોઇ પણ ફિલ્મની ઓફર સારી લાગી નથી. અત્યારે તે પોતાના ફોટોગ્રાફીના શોખને પૂરો કરી રહી છે.

ઇલિયાના કહે છે હેપી એન્ડિંગ બાદ મને જે પ્રકારની ફિલ્મોની ઓફર મળે છે તે મને પસંદ નથી. મને કોઇ સ્ટોરી સ્પર્શી રહી નથી. હું એમ જ કોઇ ફિલ્મ સાઇન કરવા ઇચ્છતી નથી, કેમ કે હું માત્ર સારી ફિલ્મોનો જ ભાગ બનવા માગું છું. હવે મને એક સારી ઓફર મળી છે, તેના પર હાલમાં વાત ચાલુ છે, પરંતુ હું તે અંગે વધારે કહી શકીશ નહીં.

ફ્રી ટાઇમમાં ઇલિયાના ફેશન શોમાં નિયમિત રીતે ભાગ લઇ રહી છે. ઉપરાંત તે તેણે થોડા દિવસ પહેલાં ખરીદેલા કેમેરાથી ફોટોગ્રાફી કરી રહી છે. ઇલિયાના એકદમ ફિટ અને સુંદર છે. તે પોતાની ફિટનેસનું રહસ્ય જણાવતાં કહે છે કે હું એકદમ ઇમાનદાર અને સીધી વાત કરનારી છું. મારી સુંદરતા અને ફિટનેસની વાત છે તો હું આ માટે સ્વસ્થ જીવનશૈલીનું અનુસરણ કરું છું. હું મારી સ્કિનનું ખૂબ ધ્યાન રાખું છું અને ખૂબ પાણી પીવું છું. હું હંમેશાં પોઝિટિવ રહું છું. ફિટ રહેવા માટે હું વર્કઆઇટ પણ કરું છું.

You might also like