ભારત બંધ મુદ્દે આઇ.કે જાડેજાનું નિવેદન, કહ્યું”કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે”

અમદાવાદઃ કોંગ્રેસનાં ભારત બંધ મુદ્દે I.K.જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, પેટ્રોલ ડિઝલ ભાવ મુદ્દે સરકાર ચિંતિત છે. કોંગ્રેસે રાજકીય રોટલા શેકવા બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા અપાયેલું આ એલાન નિષ્ફળ ગયું. ગુજરાતનાં લોકો કોંગ્રેસ સાથે નથી. અન્ય દેશોની પરિસ્થિતિનાં કારણે ભાવ વધ્યાં. GST માટે અલગ ઓથોરિટી નક્કી કરાઈ છે. મોદી સરકારમાં ભાવ સ્થિર રહ્યાં છે. સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે.

ઇન્ટરનેશનલ માર્કેટ, માંગ અને પુરવઠો, ઉત્પાદનની સ્થિતિ વિવિધ દેશોની અંદર ઉભી થયેલી પરિસ્થિતિ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ માટે થઇને ક્યાંય ને ક્યાંય પેટ્રોલ ડીઝલનાં ભાવ વધ્યાં છે. GST માટેનો પણ મુદ્દો આવ્યો હતો. મહત્વનું છે કે GST માટે અલગ ઓથોરિટી નક્કી કરાઈ છે. જેમાં દરેક રાજ્યોનાં પ્રતિનિધિઓ રહેલાં છે અને એ કાઉન્સીલમાં પણ એની ચર્ચા થઇ છે કે તે મામલે ઉચિત નિર્ણય ચોક્કસ સમયે જરૂરથી થશે.

જ્યારે કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહની સરકાર હતી, UPAની સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થયો હતો તે ભાવ વધારા સમયે પણ મનમોહનસિંહે જવાબ આપ્યો હતો. 22 સપ્ટેમ્બરનાં રોજ 2012માં કે પૈસા ઝાડ પર ઉગતા નથી અને આ જ લોકો આજે આંદોલન કરવા નીકળ્યાં છે.

હાર્દિક પટેલનાં આંદોનલ મુદ્દે I.K.જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ પણ આંદોલન કરી શકે છે. કોંગ્રેસ સમાજ સમાજ વચ્ચે વાડા ઉભાં કરી રહી છે. અનામતનો મુદ્દો હાર્દિક પટેલ વિસરાવી રહ્યો છે. આ ઉપરાંત કાર્યાલયમાં કાર્યકર્તા પ્રવેશ બાબતે I.K.જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, કાર્યાલયમાં હાલમાં કામ ચાલી રહ્યું છે. ગિરીશ પરમારની એન્ટ્રી બાબતે મુદ્દો ટ્વિસ્ટ કરાયો છે. શહેરનાં અધ્યક્ષે કોઈ સૂચના નથી આપી. પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યાં છે.

 

You might also like