Header

IITના લેક્ચર ઘરે બેઠા સાંભળી શકાશે

નવી દિલ્હીઃ દેશભરના વિદ્યાર્થીઓ હવે ઘરે બેસીને 6 આઇઆઇટી અને કેટલીક અન્ય સંસ્થાના લેક્ચરનું સીધું પ્રસારણ જોઇ શકશે. તેમની જરૂરિયાત પૂરી કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 32 ડાયરેક્ટ ટૂ હોમ ચેનલ શરૂ કરવા જઇ રહી છે. અંતરિક્ષ વિભાગની આ મહત્વકાંક્ષી પરિયોજના માટે જીએસઇટી શૃંખલાના ઉપગ્રહો માટે બે ટ્રાન્સપોટર આપવા માટે સહમત થઇ છે. સાથે જ વિવિધ સંસ્થાઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે કે જેઓ ચેનલ દ્વારા પોતાના લેક્ચર અને અન્ય સામગ્રી પ્રસારીત કરવા માટે સહમત થઇ છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકાર શિક્ષણનું  ઉંચુ સ્તર વિસ્તારવા માટે અંતરિક્ષ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યાં છે. 32 ડીટીએચ ચેનલો દ્વારા “શિક્ષણ કે દસ છોરો” થી સીધુ પ્રસાણ હાથ ધરવામાં આવશે. દસ સંસ્થાઓમાં 6 ચેન્નઇ, મુંબઇ, દિલ્હી, ખડગપુર, કાનપુર અને ગુહાટી સ્થિતિ આઇઆઇટીનો સમાવેશ છે. એક ડઝનથી પણ વધારે પ્રતિષ્ઠિત સંસ્થાઓના લેક્ચર ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે. જે હાલ અંતિમ તબક્કા પર છે.

મંત્રીમંડળ દ્વારા આ ચેનલોનું પ્રસારણ થોડા જ મહિનાઓમાં કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું છે કે ચેનલ દૂરદર્શનના ફ્રીડિશ ડીટીએચ મંચ પર નિશુલ્ક ઉપલબ્ધ છે.  વિદ્યાર્થીઓએ તેના માટે માત્ર સેટઓફ બોક્સ લગાવવાની જરૂરત રહેશે. ગત મહિને આઇઆઇટી ગાંધીનગરના નિદેશકના નેતૃત્વ વાળી એક ઉચ્ચસ્તરિય બેઠકમાં આ યોજનાને અંતિમ ઓપ આપવામાં આવશે. આગામી ઓગસ્ટ સુધીમાં આ યોજના ઓનએર થઇ જશે.

 

You might also like